ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.01
રાજકોટ મહાનગરપાલિકા બગીચા શાખા દ્વારા શહેરમાં ગ્રીનરિનો વિકાસ અને વૃદ્ધિ થાય તથા શહેરનું પર્યાવરણ સુધરે તે માટે વૃક્ષોનું વહેતર અને જતન કરવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક નવી પહેલ અપનાવવામાં આવી છે જેમાં મહિલા ગાર્ડન રેસકોર્ષ ખાતે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓનો ઉપયોગ કરી વેસ્ટ ટૂ વન્ડર પાર્ક બનાવવામાં આવ્યો છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના વાહનોના ટાયર જેવા કે, ટ્રેક્ટર, મોટરસાયકલ, રીક્ષા, સ્કુટર વગેરે વાહનોના નકામા અને બિનઉપયોગી ટાયરનો વૃક્ષ ઉગાડવાના કુંડા રૂપે ઉપયોગ કરી તેમાં વિવિધ ફૂલ છોડના રોપાઓનું વાવેતર કરવામાં આવેલ છે
- Advertisement -
અને આ વૃક્ષારોપણ કુંડાઓ મહિલા ગાર્ડન રેસકોર્ષ ખાતે રાખવામાં આવેલ છે. આ વેસ્ટ ટૂ વન્ડર પાર્કમાં ગુલાબ, બેગમ બહાર, બારમાસી, યુંફોરબીયા, ડ્રેસીના, ઓફિસ ટાઈમ, પોટેટો ક્રીપર, ગોગન વેલીયા, ફાયક્સ, પામ, એન્થેરીયમ, શ્યામ તુલસી, રીકોમાં અને રવિના પ્રકારના ફૂલ છોડનું વાવેતર કરવામાં આવ્યું છે.