ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
જુનાગઢ એસઓજીએ સાસણમાં દરોડો પાડી માંગરોળના બે શખ્સોને 90 ગ્રામથી વધુ ચરસના જથ્થા સાથે પકડી લઇ 45 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
- Advertisement -
આ અંગેની વધુ વિગત મુજબ, માંગરોળનો સલીમ મહમદહુશેન પંજા અને શકીલ કાદર જેઠવા સાસણમાંથી ચરસના જથ્થા સાથે પસાર થવાના હોવાની એસઓજીને બાતમી મળી હતી. જેના આધારે એસઓજીના સ્ટાફ સાસણ સિંહ સદન ગેઇટ નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાઇક પર બે શખ્સો નિકળ્યા હતા. એસઓજીના સ્ટાફે સકીલ કાદર જેઠવા અને સલીમ મહમદહુશેન પંજાની અને સલીમ મહમદહુશેન પંજાની તલાસી લેતા સલીમના પેન્ટના ખિસ્સામાંથી 90.9 ગ્રામ ચરસ મળી આવ્યો હતો. એસઓજીએ એફએસલને બોલાવી તપાસ કરતા આ ચરસ હોવાનું સામે આવ્યુ હતુ. એસઓજીએ 13635ની કિંમતના ચસર, 810 રૂપિયા રોકડા અને મોબાઇલ મળી કુલ 44,445નો મુદ્દામાલ કબ્જે કરી પુછપરછ કરતા આ બંનેએ ચરસ સાસણના સાજીદ ફકીર પાસેથી મેળવ્યુ હોવાની કબુલાત આપી હતી.
આ અંગે એસઓજી પીએસઆઇ એસ.એ.સોલંકીએ માંગરોળના સલીમ મહમદ હુશેન પંજા, સકીલ કાદર જેઠવા તથા હાજર નહીં મળેલા સાસણના સાજીદ ફકીર સામે મેંદરડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે એસઓજી પીઆઇએ વધુ તપાસ હાથ ધરી છે.