મોદી સરકાર તમને ઠેરના ઠેર જ રાખશે: ગુજરાતમાં પ્રચાર માટે પ્રિયંકા ગાંધી મેદાને
ભાજપની સરકારમાં તમારી સ્થિતિ સુધરવાના બદલે વધારે બગડી
- Advertisement -
સંવિધાન બદલવાની વાત કરી રહ્યા છે, પણ કામની એક પણ વાત નથી કરી રહ્યા: પ્રિયંકા ગાંધી
ખાસ-ખબર ન્યૂઝ વલસાડ, તા.27
લોકસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતા દેશમાં લોકોસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ઈન્ડિયા ગઠબંધન અને ગઉઅ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. વલસાડ લોકસભા બેઠક ઉપર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે અનંત પટેલને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યાં છે. ત્યારે આજે અનંત પટેલને જંગી બહુમતી સાથે જીતાડવા માટે કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી ધરમપુરમાં આવ્યાં છે. હેલિકોપ્ટરમાં ખામી સર્જાતા તેઓ સુરત એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. જ્યાથી તેઓ બાય રોડ ધરમપુરમાં આવ્યાં હતા. હાલ પ્રિયંકા ગાંધી જનતાને સંબોધન કરી રહ્યા છે.
- Advertisement -
કોંગ્રેસના પ્રચાર માટે પ્રિયંકા ગાંધી ગુજરાતના પ્રવાસે આવ્યાં છે. પ્રિયંકા ગાંધી કોંગ્રેસના વલસાડ બેઠક પરના ઉમેદવાર અનંત પટેલના પ્રચાર માટે આદિવાસી વિસ્તાર ધરમપુરમાં જાહેર સભાને સંબોધન કરી રહ્યા છે.10 વર્ષથી તેઓની સરકાર છે, પણ હવે મને નથી લાગતુ કે આગળના પાંચ વર્ષ જનતા તેઓને સહન કરી શકે. તેઓ કહી રહ્યા છે કે, અબકી બાર 400 પાર, સંવિધાન બદલવાની વાત કરી રહ્યા છે, પણ કામની એક પણ વાત નથી કરી રહ્યા, રોજગારની ક્યાય વાત નથી કરતા, મોંઘવારીની વાતો નથી કરતા, શિક્ષણની વાતો નથી કરતા. બસ 70 વર્ષમાં કઈ નથી કર્યું એમ જ કહ્યા કરે છે.
પુછો તેઓને કે આઈઆઈટી કેટલી તમે બનાવી છે, એમ્સ કેટલી બનાવી છે, શાળાઓ કેટલી બનાવી? કેટલા લોકોને ગરીબીરેખાથી ઉપર લઈ આવ્યાં. ક્યારેય નહીં કહેશે કેમ કે કઈ કહેવા માટે છે જ નહી. બસ ખાલી મોટા મોટા ઈવેન્ટ કર્યા રાખે છે. પાંચ વર્ષ સુધી કઈ નથી કર્યું એટલે હવે જનતા પુછી રહી છે કે બતાવો તમે શું કર્યુ છે તો ગભરાઈ રહ્યા છે એટલે ફરી હિન્દુ-મુસલમાન, વિશ્ર્વ ગુરૂૂ, દુનિયાના સૌથી મોટા નેતા છે મોદી એવુ જ કહી રહ્યા છે. મોદી સરકાર તમારા અધિકારો છીનવે છે અને વિપક્ષને તોડે છે, કોંગ્રેસના તમામ ખાતા બંધ કરાવી દીધા, બે મુખ્યમંત્રીને જેલમાં નાખી દીધા. આ ભાજપ સરકાર પાસે અપારધન છે. જેનો ઉપયોગ વિપક્ષને તોડવામાં કરે છે.
છેલ્લા 10 વર્ષથી ભાજપની સરકારમાં તમારી સ્થિતિ સુધરવાના બદલે વધારે બગડી છે અને જો હજી પણ આ સરકાર આવશે તો તમારો વિકાસ નહીં થાય. અમારી સરકાર આવશે, ત્યારે તમને એટલી મદદ મળશે કે આવનાર થોડા જ સમયમાં તમે ખુદના પગ પર ઉભા થઇ શકશો. એમ ખાલી વાયદો નથી કરતા, રાજસ્થાનમાં અમારી સરકાર હતી તો અમે કરી બતાવ્યું છે. અરે મોદીજી કેટલા મોટા નેતા છે એની સાથે આપણે શું લેવા દેવા. જો આવડા મોટા નેતા તમને પાણી નથી આપી શકતા, તમારૂૂ ઘર નથી બનાવી શકતા, તમને રોજગાર નથી આપી શકતા. તો આપણે શું તેની માફી માગવી જોઈએ? કે આપણે બેરોજગાર, મોંઘવાણીની વાતો ઉઠાવી. માફી તો તેઓએ તમારાથી માંગવી જોઈએ.
જ્યારે જ્યારે મંચ પણ આવે ત્યારે ત્યારે માફી મંગાવો કે અમારી સામે આવીને તમે કેમ આવી ઉલટી સીધી વાતો, આવી હલકી વાતો કેમ કરી? પુછો તેઓને કે પ્રધાનમંત્રીની દેશ પ્રત્યે શું કોઈ જવાબદારી નથી હોતી. જનતા સામે મંચ પર આવો ત્યારે સાચુ બોલો. આ જ જવાબદારી હોય છે પ્રધાનમંત્રીની. મે જોયા છે એવા પ્રધાનમંત્રીઓને કે જેઓએ જવાબદારી ઉઠાવી છે. હું એવુ નથી કહેવા માંગતી કે ખાલી મારા પરિવારના જ પ્રધાનમંત્રી હતા, હા ઈન્દિરાજી હતા કે જેઓ દેશ માટે શહિદ થઈ ગયા. રાજીવજી પણ શહિદ થઈ ગયા દેશ માટે. મનમોહનજી પણ કાંતિ લાવ્યા હતા દેશ માટે. અરે કોંગ્રેસ છોડો વાજપેયજી પણ હતા કે જેઓ સભ્ય વ્યક્તિ હતા.