લગ્નોની સિઝન શરૂ થઈ ચૂકી છે, આ દરમિયાન એક સારા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે.
લગ્નોની સિઝન શરૂ થઈ ચૂકી છે, આ દરમિયાન એક સારા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. 10 ગ્રામ સોનાનો ભાવ છેલ્લા 10 દિવસમાં લગભગ 2500 રૂપિયા જેટલો ઘટ્યો છે. શુક્રવારે પણ MCX પર સોનાના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. પરંતુ બીજી તરફ ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 6 રૂપિયાનો વધારો થયો છે. હાલ MCX પર ચાંદીનો ભાવ 82,500 રૂપિયા છે.
- Advertisement -
ભાવમાં મોટો ઘટાડો
MCX પર સોના ચાંદીના ભાવમાં છેલ્લા 10 દિવસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 16 એપ્રિલના રોજ સોનાનો ભાવ 10 ગ્રામના 74 હજારે પહોંચ્યો હતો, પરંતુ ત્યારથી અત્યાર સુધી સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 71,486 રૂપિયા છે. એટલે કે પ્રતિ 10 ગ્રામ સોનાના ભાવમાં 2,500 રૂપિયાનો ઘટાડો થયો છે. આ ભાવ 5 જૂનના વાયદાના સોનાના ભાવ છે.
ચાંદીના ભાવમાં પણ ઘટાડો
આ જ રીતે ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. 16 એપ્રિલ 2024ના રોજ ચાંદીનો ભાવમાં 85,000 રૂપિયા પ્રતિ કલો હતો. જ્યારે આજે MCX પર ચાંદીનો ભાવ 82,500 રૂપિયા પ્રતિ કિલો છે. એટલે કે ચાંદીના ભાવમાં પણ પ્રતિ કિલો 2,500 રૂપિયાનો ઘટાડો થયો છે.
ગ્લોબલ માર્કેટમાં કેટલો ભાવ?
ગ્લોબલ માર્કેટમાં સોનાની હાલની કિંમત 2,349.60 ડૉલર પ્રતિ ઓંસ હતો, જે લગભગ 100 ડૉલર પ્રતિ ટ્રોય ઓંસ અથવા તો 2,448.80 પ્રતિ ટ્રોય ઓંસના ઓલ ટાઈમ હાઈ લેવલ કરતા 4 ટકા જેટલો ઓછો છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં આ ઘટાડો છેલ્લા એક અઠવાડિયા દરમિયાન થયો છે.
- Advertisement -
લગભગ 15 દિવસ પહેલા ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ થવાના ભણકારાને કારણએ સોનાના ભાવમાં વધારો થયો હતો, સોનું 74 હજારની ટોચે પહોંચ્યું હતું. પરંતુ યુદ્ધ ન થતા, ભાવમાં ઘટાડો શરૂ થયો છે. બીજી તરફ અમેરિકન ફેડ રિઝર્વ દ્વારા પણ દરમાં ગટાડો થતા સોનાના ભાવ ઘટી રહ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 70 હજાર કરતા ઓછો થઈ જશે.