યોગ કરવા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. શરીરને લચીલું બનાવવા, મસલ્સને મજબૂત કરવા અને પિત્તને ઘટાડવા માટે નિયમિત યોગાસન કરવાની સલાહ આપવામાં આવે છે.
સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર યોગ શરીર અને માથા બન્ને માટે ફાયદાકારક હોય છે. તમામ બીમારીઓથી બચાવ અને ઉપચારમાં યોગ અસરકારક છે. શરીરને લચીલું બનાવવા, મસલ્સને મજબૂત કરવા અને પિત્તને ઘટાડવા માટે નિયમિત યોગાસન કરવાની સલાહ આપવામાં આવે છે.
વજ્રાસન
- Advertisement -
રાત્રે ભોજન બાદ વજ્રાસનનો અભ્યાસ કરી શકો છો. આ પાચન માટે સૌથી ફાયદાકારક આસન છે. આ આસનના અભ્યાસથી ઉપરના શરીર અને પેટને સ્ટ્રેચ કરવામાં મદદ મળે છે. ખાલી પેટ વજ્રાસનના અભ્યાસની સલાહ આપવામાં આવે છે પરંતુ આ આસનને ભોજન બાદ કરવું વધારે ફાયદાકારક માનવામાં આવે છે.
ગોમુખાસન
ગોમુખાસન કરોડરજ્જૂ અને પેટના મસલ્સને સ્ટ્રેચ કરવામાં મદદ કરે છે. તેનાથી પાચનમાં મદદ મળે છે અને ભોજન બાદ આ આસનના અભ્યાસથી પેટની સારવાર થાય છે. પાચન ક્રિયાને સરળ બનાવવા માટે નિયમિત આ યોગનો અભ્યાસ કરી શકાય છે.
- Advertisement -
ધનુરાસન
ધનુરાસન પાચન અંગોના કાર્યને વધારવામાં મદદ કરે છે. આ આસનના અભ્યાસથી પાચન સારૂ થાય છે. સાથે જ સ્વાસ્થ્ય પણ સારૂ રહે છે.