ખાસ-ખબર સંવાદદાતા
અનુસ્નાતક અભ્યાસક્રમના ફાઈનલ રેસીડેન્ટ ડોકટરોની સેવા, હોસ્ટેલ, એકોમેડેશન અને સ્ટાઈપેન્ડ સાથે ચાલુ રાખવા બાબતે ગુજરાત સરકાર આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગના ઠરાવ મુજબ અમલવારી કરવા અંગે પીડીયુ મેડિકલ કોલેજ તબીબો દ્વારા કલેકટર અને આરએમસી કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.
આ અંગે રજૂઆત કરતાં તેમણે જણાવ્યું હતું કે કોવીડ-19ની મહામારીને ધ્યાનમાં લઈને સરકાર દ્વારા વિવિધ લાભો આપવા નક્કી થયેલ તથા પીજી ડીગ્રી અને ડીપ્લોમા ફાઈનલ યર તમામ રેસીડેન્ટ ડોકટરોને તેમનો રેસીડેન્સીનો સમય ગાળો પૂર્ણ થયા બાદ પણ છુટા ન કરતા તેઓની સેવા 3 માસ માટે ફરજીયાત લંબાવવામાં આવેલા છે જે અંગે હોસ્ટેલ એકોમોડેશન તથા સ્ટાઈપેન્ડ આપવાનું ઠરાવેલા છે. જે પી.જી. ડીગ્રી અને ડીપ્લોમા ફાઈનલ યર રેસીડેન્ટ ડોકટરના રેસીડેન્સીનો સમય ગાળો લંબાવેલ હોય તેવા કિસ્સામાં તેમની બોન્ડ સેવામાંથી 1:1 લેખે મજરે આપવાનું, ઠરાવ મુજબ અનુસ્નાતક અભ્યાસ ક્રમ પૂર્ણ કરેલ તબીબોએ 11 માસ માટે કરારીય તજજ્ઞ તરીકે નિમણુંક આપવાની રહેશે. બોન્ડેડ તજજ્ઞની સેવાને બોન્ડેડમાંથી 1:2 લેખે મજરે આપવાનું રહેશે તેવું ઠરાવેલ છે. ઉપરોક્ત વિગતે જે રેસીડેન્ટ ડોકટરો ફાઈનલ પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરેલ હોય અને બોન્ડેડ તજજ્ઞ તરીકે સેવા આપતા હોય તેમને 11 માસના કરાર આધારીત નિમણુંક આપવાની રહેશે અને આ 11 માસના સમય ગાળામાંથી 1:2નો સમય ગાળો એટલે કે સાડા પાંચ માસનો સમય ગાળો બાદ આપવાનો આમ સરકારના ઠરાવ મુજબ તજજ્ઞ તરીકે 11 માસના સમય ગાળાનો હુકમ આપી તેમાંથી 1:2 એટલે અડધા સમય મજરે મળે તે મુજબ ઉપરોક્ત સરકારના ઠરાવની અમલવારી કરવા રજૂઆત કરવામાં આવી છે.