ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે જૂનાગઢ સંસદીય મતવિસ્તારના ખર્ચ નિરીક્ષક શ્રી રજત દત્તાના અધ્યક્ષતામાં ચૂંટણી ખર્ચ પર દેખરેખ નિયંત્રણ માટે વિવિધ ટીમની કામગીરી અંગેની તાલીમ કમ સમીક્ષા બેઠક આવતીકાલે કલેકટર કચેરી, સભાખંડ ખાતે યોજાશે. તારીખ 12/4/2024 ના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી 2024 નું જાહેરનામું પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે. આ જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ ખર્ચને લગત આગળની કામગીરી સરળતાપૂર્વક અને અસરકારક રીતે સમય મર્યાદામાં પૂર્ણ કરી શકાય તે માટે ખર્ચની નિરીક્ષકના અધ્યક્ષ સ્થાને AEOs, FSTs, SSTs, VSTs, VVTs, ATs, MCMC, 24*7 કંટ્રોલ રૂમ જેવી ચૂંટણી ખર્ચ સાથે સંકળાયેલ વિવિધ ટીમના મુખ્ય અધિકારીઓ સાથે તાલીમ કમ બેઠકનું આયોજન કરવામાં આવેલ છે.આ બેઠકમાં જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ રાણાવસિયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હર્ષ પટેલ, તેમજ ચૂંટણીની કામગીરી સાથે જોડાયેલા નોડલ ઓફીસર ઉપસ્થિત રહેશે.