રાજકોટના પરિમલ પંડ્યાને અમદાવાદ નિવાસી અધિક કલેકટર તરીકે મુકાયા
રાજ્ય સરકારે અધિક કલેક્ટર કક્ષાના ૠઅજ કેડરના 79 અધિકારીની બદલીના આદેશ કર્યા
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યમાં મોટા ભાગના જિલ્લામાં આઈએએસ અધિકારીઓ એટલે કે કલેક્ટર – ડીડીઓની બદલી બાદ હવે રાજ્ય સરકારે અધિક કલેક્ટર કક્ષાના જીએએસ કેડરના 79 અધિકારીની બદલીના આદેશ કર્યા છે. ડિસેમ્બરમાં 10 હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી છે અને વિધાનસભા ચૂંટણી પહેલા આ ચૂંટણી મહત્ત્વની હોવાથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીઓના નિયામકોની પણ મોટા પાયે ફેરબદલ કરાઈ છે. રાજકોટના નિવાસી અધિક કલેકટર પરિમલ પંડ્યા સહિત સૌરાષ્ટ્રના 13 જીએએસ અધિકારીઓની બદલી થઈ છે.
અમદાવાદ આરટીઓ બી. વી. લિમ્બાચિયાની બદલી કરી તેમને ગીર સોમનાથના નિવાસી અધિક કલેક્ટર બનાવ્યા છે. રાજકોટના પરિમલ પંડ્યાને અમદાવાદ નિવાસી અધિક કલેકટર તરીકે મુકાયા છે. તેમજ ડે.ડીડીઓ એન.આર. ધાધલને સૌરાષ્ટ્ર કચ્છના ઇરીગેશન એડિશનલ કલેકટર, ગીર સોમનાથ ડે. ડીડીઓ એમ.કે. પટેલને જોઈન્ટ ડિરેકટર ટેક્નિકલ એજ્યુકેશન, ગાંધીનગર, ગીર સોમનાથના નિવાસી અધિક કલેકટર જે.એસ. પ્રજાપતિને અમદાવાદ જીએસઆરટીસીના જનરલ મેનેજર તરીકે મુકાયા છે.
- Advertisement -
મોરબીના ડે. ડીડીઓ પી.વી. સવૈયા ડે. કમિશનર વિકાસ કમિશનરની ઓફિસ – ગાંધીનગર, અધિક નિવાસી કલેક્ટરોની બદલીમાં જોઈએ તો અમરેલીના એ.બી. પાંડોરને દાહોદ, મોરબીના કે.પી. જોશીને નવસારી, જૂનાગઢના ડી.કે. બારીયાને છોટાઉદેપુર ખાતે નિવાસી અધિક કલેકટર તરીકે બદલી કરાયા છે.
જામનગરના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એમ.એન.જોશીને મોરબીના ડીઆરડીએ ડિરેકટર, અમરેલી ડે. ડીડીઓ એસ.જે. પંડ્યાને વડોદરા ડીઆરડીએ ડિરેકટર, સુરેન્દ્રનગરના ડીઆરડીએ ડિરેકટર એસ.એલ.શાહને સંગીત એકેડમીના મેમ્બર સેક્રેટરી બનાવાયા છે.