મારામારીના દૃશ્યો સીસીટીવીમાં કેદ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
- Advertisement -
જૂનાગઢ શહેરમાં મોટી સમસ્યા પાર્કિંગની જોવા મળે છે. જેમાં ખાસ કરીને શહેરની મુખ્ય બજારોમાં જોઈએ તો પંચહાટડી ચોક, માલીવાડ રોડ અને માંગનાથ રોડ પર પાર્કિંગની ખુબ મોટી સમસ્યા જોવા મળે છે.ત્યારે આજરોજ એક વેપારીની દુકાન પાસે બાઈક પાર્ક કરવા મુદ્દે વેપારી અને અજાણ્યો વ્યક્તિ આમને સામને આવી ગયા હતા અને મારામારીના દર્શ્યો સીસીટીવી કેમરામાં કેદ થયા હતા જયારે વેપારી અને અન્ય એક વ્યક્તિ પાર્કિંગ બાબતે મારામારી શરુ થતા તુરંત અન્ય લોકોએ બંનેને છોડાવ્યા હતા જોકે જૂનાગઢ શહેરમાં પાર્કિંગ સમસ્યા કાયમ માટે જોવા મળે છે.
જયારે કોમ્પલેક્ષમાં પાર્કિંગ વ્યવસ્થા ન હોવાના કારણે ગ્રાહકો રોડ પર વાહનો પાર્ક કરે છે.જેના લીધે વેપારીઓને મુશ્કેલી ઉભી થવાથી આવી મારામારીઓ જોવા મળે છે.થોડા દિવસો અગાઉ પણ 108 એમ્બ્યુલન્સ માંગનાથ રોડ પર આવી શકી ન હતી.જેમાં લીધે વેપારીઓએ એક વૃદ્ધને જોળી કરીને 108 સુધી લઇ જવાની ફરજ પડી હતી.



