CCTV માં કેદ થઈ જતાં એલસીબી ઝોન 1ની ટીમે ઝડપી લીધા
ગણતરીની કલાકોમાં જ તમામ મુદ્દામાલ પણ રિકવર કરી લીધો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂ રાજકોટ, તા.10
રાજકોટના ખોખડદળ વિસ્તારમાં કારખાનામાંથી 11.41 લાખની ચોરીને અંજામ આપનાર બે સગીર સહિત ચાર શખ્સોને એલસીબીએ ગણતરીની કલાકોમાં જ દબોચી લઈ તમામ મુદામાલ રિકવર કર્યો છે.
ખોખડદળ નદીના પુલ પાસે એન.બી.ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં રાજપૂત ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં ગત રાત્રે સાડા નવથી સવારના છ વાગ્યાના અરસામાં રૂ.11,41,475ના કિંમતના હાર્ડવેરનો સામાન અને બે લેપટોપની ચોરી થઇ જતાં મૂળ રાજસ્થાનના ગોપાલસિંહ ભાટીએ આજી ડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી દરમિયાન એલસીબી ઝોન-1ની ટીમ પણ તપાસમાં જોડાઇ હતી. ત્યારે ચોરી કરનાર ટોળકી કુવાડવા રોડ પર હોવાનું જાણવા મળતા પીએસઆઇ બી.વી.બોરીસાગર અને ટીમે તુરંત દોડી જઈ બે સગીર સહિત ચારની ધરપકડ કરી હતી પોલીસે ખોડિયારનગરમાં રહેતા નિલેશ બલિયા અને તેનો ભાઇ અનિલ પાસેથી તમામ ચોરાઉ મુદામાલ તેમજ ચોરીમાં ઉપયોગમાં લીધેલ છકડો રિક્ષા અને ચાર મોબાઈલ કબજે કર્યા હતા પ્રાથમિક પૂછતાછમાં કારખાનામાંથી મજૂરીકામ મેળવતા હોય જેથી આ કારખાનામાં જાણ હતી કે કેટલો માલ પડ્યો છે. બાદમાં ચાર ઉપરાંત એક ધાર્મિક સહિત પાંચેય ગત રાતે છકડો રિક્ષા લઇ ચોરી કરવા ગયા હતા. બંધ કારખાનાના તાળાં તોડી સામાનની ચોરી કરી ઘર પાસેના બંધ ડેલામાં સામાન ભરેલો છકડો રિક્ષા મૂકી ચોટીલા તરફ ભાગી રહ્યા હોવાની કબૂલાત આપી હતી પોલીસે ચોરાઉ મુદ્દામાલ ઉપરાંત ચાર મોબાઇલ મળી કુલ રૂ.12.11 લાખનો મુદ્દામાલ કબજે કરી ચારેયને આજી ડેમ પોલીસ હવાલે કર્યા છે.



