આશાપુરા માતાજીને અલૌકિક શણગાર કરાયો
ચૈત્રી નવરાત્રિ એ વિશ્વભરમાં વસતા શક્તિ ઉપાસકો માટે વિશેષ ઉપાસનાનું પર્વ છે. આજે નવરાત્રિના પ્રથમ દિવસે રાજકોટના પેલેસ રોડ પર આવેલા મા આશાપુરા મંદિરમાં માતાજીનો અદ્ભુત, અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો. આજે ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે મા આશાપુરાના દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. રાજકોટ શહેરનું આશાપુરા મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. આજે પહેલા નોરતે મા આશાપુરા માતાજીનો ખાસ શણગાર કરવામાં આવ્યો હતો. વહેલી સવારે મંગલાઆરતીના દર્શન કરવા બહોળી સંખ્યામાં ભક્તો આશાપુરા મંદિરે માતાજીના ચરણોમાં શિશ ઝુકાવવા પહોંચી ગયા હતા અને માના દર્શન કરી ધન્યતા મેળવી હતી.