સુત્રાપાડા, ગિર ગઢડા અને ગોંડલમાં ગેંગ વિરૂદ્ધ ગુના નોંધાયા
ખાસ-ખબર ન્યૂઝ વેરાવળ, તા.05
- Advertisement -
જૂનાગઢ રેન્જ ડી.આઈ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજાનાઓએ અવારનવાર બનતાં છેતરપિંડીના ગુન્હા રોકવા તથા આવા ગુન્હા આચરતી ગેંગ પકડી પાડવા સુચના કરેલી હોય જે અનુસંધાને સુત્રાપાડા પો.સ્ટે.માં ખોટા દસ્તાવેજ બનાવી ખોટું નામ ધારણ કરી લગ્નવાંચ્છુક યુવકો સાથે છેતરપિંડી કરી લગ્ન કરાવવા બાબતે ગુન્હો રજિસ્ટર થયેલ હતો
જે ગુન્હાના કામે ગત તા. 9-3-2024ના રોજ કુલ 4 આરોપીઓ પકડી પાડેલ હતા તેમજ એક આરોપી સદર ગુન્હાના કામે અટક કરવાનો બાકી હોય જે અનુસંધાને એલ.સી.બી.ના ઈન્ચા. પો.ઈ. એ. બી. જાડેજાના માર્ગદર્શન મુજબ પો.સ.ઈ. એ. બી. વોરા તથા ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા દરમિયાન એ.એસ.આઈ. નરવણસિંહ ગોહિલ તથા અજીતસિંહ પરમારનાઓને સંયુક્ત રીતે મળેલી બાતમી હકીકત આધારે આરોપી રિયાઝ ઉર્ફે સોયેબ (ઉર્ફે વિક્રમ કરીમભાઈ મિર્ઝા, પઠાણ)ને વેરાવળ ખાતેથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરી કરનાર અધિ-કર્મચારીઓ એલ.સી.બી. ઈ.ચા. પો.ઈ. એ. બી. જાડેજા, પો.સ.ઈ. એ. બી. વોરા, એ.એસ.આઈ. નરવણસિંહ ગોહિલ, અજીતસિંહ પરમાર, ગોવિંદભાઈ વંશ, પો.હે.કો. નટુભા બસીયા, ડ્રા.પો.હે.કો. કનુભાઈ ચુડાસમા હતા.