ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.05
જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર અનિલ રાણાવસિયાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી સભાખંડ ખાતે ચૂંટણી સબંધી કામગીરીની સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં કલેકટર દ્વારા જિલ્લામાં આદર્શ આચારસંહિતાનું ચુસ્તપણે પાલન કરવા અધિકારીઓને સૂચના આપી હતી.
આ બેઠકમાં કલેક્ટરે ચૂંટણી સંબંધિત સાહિત્યના પ્રિન્ટીંગ, ઊઙઈંઈ વિતરણની કામગીરી, પોલીંગ સ્ટાફને અને આવશ્યક સેવામાં જોડાયેલા કર્મચારીઓને પોસ્ટલ બેલેટથી મતદાન કરાવવા, ઈ-ટશલશહ, ગૠજઙ ફરિયાદોના કવોલીટી નિકાલ, એપ્રિલથી જુન 2024ના મહીના દરમ્યાન હીટ વેવની અસરને નિવારવા માટેના મતદાન મથકોમાં છાયડાની વ્યવસ્થા કરાવવા, તમામ મતદાન મથકોએ પ્રાથમિક સારવાર કીટ, બેઠક વ્યવસ્થા પીવાના પાણીની સુવિધા ઉપલબ્ઘ કરવા, તમામ મતદાન મથકોમાં વ્હીલચેર સગવડ રાખવા, ચૂંટણી કાર્યમાં રોકાયેલ તમામ કર્મચારીઓને અને સુરક્ષા દળોને કેશલેસ તબીબી સારવાર પાડવા, , તાલીમ સ્થળ તથા રીસીવીંગ ડીસ્પેચીંગ સેન્ટર ખાતે પ્રાથમિક સારવાર કીટ સાથે પેરા મેડીકલ ટીમ ઉપલબ્ઘ કરાવવા, ચૂંટણીલક્ષી સઘન તાલીમ પુર્ણ કરાવવા, ઇ.વી.એમ. સ્ટ્રોંગરૂમ તૈયાર કરવા, જિલ્લામાં મહત્તમ મતદાન માટે સોશ્યલ મીડિયાનો પ્રચુર ઉપયોગ કરવા વગેરે બાબતો વિષે સંબંધિત તમામને સૂચના આપી હતી.
- Advertisement -
આ તકે જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન, પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા, મ્યુ.કમિશનર ઓમપ્રકાશ,નિવાસી અધિક કલેકટર એન.એફ. ચોધરી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી હર્ષદ પટેલ, ચરણસિંહ ગોહિલ સહિતના પ્રાંત અધિકારીશ્રી, નોડલ ઓફિસરશ્રીઓ, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રીઑ, ચીફ ઓફિસરશ્રી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.