કાળા ચણામાં કાર્બોહાઈડ્રેટ, ફાઇબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને મિનરલ્સનું પ્રમાણ ખૂબ વધુ હોય છે
ખાસ-ખબર સંવાદદાતા
કાળા ચણાને આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક ગણવામાં આવે છે. કાળા ચણામાં કાર્બોહાઈડ્રેટ, ફાઇબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને મિનરલ્સનું પ્રમાણ ખૂબ વધુ હોય છે. આ ઉપરાંત તેમાં તમામ પ્રકારના વિટામીન જોવા મળે છે. ફોસ્ફરસ અને પોટેશિયમ પણ કાળા ચણામાં મળે છે. આ તમામ ગુણના કારણે જો કોઈ વ્યક્તિ કાળા ચણાને સવારના નાસ્તાના રૂપે ખાય તો શરીર મજબૂત રહેવાની સાથે મગજ, દય અને ત્વચાની સારી સંભાળ લઈ શકાય છે. ચાલો કાળા ચણા ખાવાના ફાયદા અંગે જાણીએ. ડાયાબિટીસના દર્દીઓ માટે કાળા ચણા સુપરફૂડ સમાન છે. એક મુઠ્ઠી ચણામાં 13 ગ્રામ ડાયટરી ફાઇબર હોય છે. જે બ્લડમાં સુગરનું સ્તર કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય એક બંને ફાયબર હોય છે. તેથી ડાયાબિટીઝના દર્દીઓએ બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવા માટે દરરોજ કાળા ચણાનું સેવન કરવું જોઈએ. ચણામાં કોલેસ્ટ્રોલને ઓછું કરવાનો ગુણ પણ હોય છે. જો શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ કંટ્રોલ કરી લેવાય તો, વજન ઘટાડવામાં સરળતા રહે છે.


