કોંગ્રેસ પાર્ટીએ આજે લોકસભા ચૂંટણી 2024 માટે તેનો મેનિફેસ્ટો બહાર પાડ્યો, ચૂંટણી ઢંઢેરો 5 ‘ન્યાય’ અને 25 ‘ગેરંટી’ પર આધારિત
લોકસભા ચૂંટણી 2024 પહેલા કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે. કોંગ્રેસ પાર્ટીએ આજે લોકસભા ચૂંટણી 2024 માટે તેનો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે. આ મેનિફેસ્ટો 5 ‘ન્યાય’ અને 25 ‘ગેરંટી’ પર આધારિત છે. પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને ભૂતપૂર્વ પ્રમુખો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે મેનિફેસ્ટો બહાર પાડ્યો હતો.
- Advertisement -
Congress Party manifesto: After wide consultation, Congress will bring a law to recognize civil unions between couples belonging to the LGBTQIA+ community, says Congress pic.twitter.com/dpk1J1kxPm
— ANI (@ANI) April 5, 2024
- Advertisement -
આવો જાણીએ એવું તે શું છે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં ?
કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાના મોટા મુદ્દાઓની વાત કરીએ તો તેમાં કેન્દ્ર સરકારમાં 30 લાખ નોકરીઓ, ગરીબ પરિવારની મહિલાઓને વાર્ષિક 1 લાખ રૂપિયા, જાતિની વસ્તી ગણતરી, MSPને કાનૂની દરજ્જો, મનરેગાનું 400 રૂપિયાનું વેતન, તપાસનો દુરુપયોગ રોકવાનો સમાવેશ થાય છે. PMLA કાયદામાં એજન્સીઓ અને ફેરફારોની જાહેરાત કરવામાં આવી છે. સચ્ચર સમિતિની ભલામણો લાગુ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
કોંગ્રેસ અનુસાર તેમનો ઢંઢેરો પક્ષના ન્યાયના પાંચ સિદ્ધાંતો પર આધારિત છે – ‘ભાગીદારી ન્યાય’, ‘કિસાન ન્યાય’, ‘મહિલા ન્યાય’, ‘શ્રમ ન્યાય’ અને ‘યુવા ન્યાય’. પાર્ટીએ ‘યુથ જસ્ટિસ’ હેઠળ જે પાંચ ગેરંટીની વાત કરી છે તેમાં એક વર્ષ માટે એપ્રેન્ટિસશીપ પ્રોગ્રામ હેઠળ યુવાનોને 30 લાખ સરકારી નોકરીઓ અને 1 લાખ રૂપિયા આપવાના વચનનો સમાવેશ થાય છે.
કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં કઈ બાબતોની ખાતરી અપાઈ ?
કોંગ્રેસે ‘ભાગીદારી ન્યાય’ હેઠળ જાતિ ગણતરી હાથ ધરવા અને અનામતની 50 ટકા મર્યાદાને નાબૂદ કરવાની ‘ગેરંટી’ આપી છે. પાર્ટીએ ‘કિસાન ન્યાય’ હેઠળ લઘુત્તમ ટેકાના ભાવ (MSP), લોન માફી કમિશનની રચના અને GST મુક્ત ખેતીને કાનૂની દરજ્જો આપવાનું વચન આપ્યું છે. ‘શ્રમ ન્યાય’ હેઠળ, કોંગ્રેસે કામદારોને આરોગ્યનો અધિકાર આપવાનું વચન આપ્યું છે, લઘુત્તમ વેતન 400 રૂપિયા પ્રતિ દિવસ અને શહેરી રોજગાર ગેરંટી સુનિશ્ચિત કરી છે. તેમજ ‘નારી ન્યાય’ હેઠળ ‘મહાલક્ષ્મી’ ગેરંટી હેઠળ ગરીબ પરિવારની મહિલાઓને દર વર્ષે એક લાખ રૂપિયા આપવા સહિતના અનેક વચનો આપવામાં આવ્યા છે.