ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.03
ખાંટ રાજપૂત સમાજના આસ્થાના પ્રતિક રામનાથ મહાદેવના સાનિધ્યમાં નુરસતાગરધામ બિલખા ખાતે કરવામાં આવ્યું હતું. યુવા શક્તિ સંગઠન સમિતિ દ્વારા આયોજિત આ સમૂહ લગ્નોત્સવમાં 17 નવદંપતિએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. યુવા શક્તિ સંગઠન સમિતિ દ્વારા સતત સાતમી વખત આ ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નોત્સવમાં દીકરીઓને 70થી વધુ કરિયાવરની વસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. આ સમૂહ લગ્નોત્સવમાં અનેક મહાનુભાવોએ હાજર રહી અને નવદંપતિઓને આશીર્વાદ આપ્યા હતા. આ તકે 10,000થી વધારે લોકોએ નુરસતાગરધામમાં દર્શન કરી અને પ્રસાદી લીધી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ કેતનભાઈ વાઘેલા અને યુવા શક્તિ સંગઠન સમિતિના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.