ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.30
ગીર ગઢડા જંગલ વિસ્તારના બોર્ડર ઉપર આવેલા ગામો અને ખેડૂતોના વન વિભાગના વિવિધ પ્રશ્નો અને માંગને લઈને ગીર ગઢડા ખાતે જામવાળા રોડ ઉપર ફરેડા ગામનાં જેઠાભાઈ બારૈયા તેમજ અન્ય લોકો તા.23 માર્ચથી ઉપવાસ આંદોલન ઉપર ઉતર્યા છે.જયારે ઉપવાસ આંદોલનનો આજે છઠ્ઠો દિવસ.આજ સુધી એકપણ અધિકારી કે રાજકીય આગેવાન તેમના પ્રશ્ર્નોને લઈને તેમના ખબર પૂછવા આવેલ નથી. ગઈ કાલે માત્ર આરોગ્ય વિભાગે તેમની લોહીની તપાસ કરી સંતોષ માન્યો..
- Advertisement -
જંગલ ખાતા દ્વારા જંગલ બોર્ડર ઉપર આવેલા ખેડૂતો અને માલધારી ને યેનકેન પ્રકારે વન વિભાગ દ્વારા હેરાન કરવામાં આવતા હોય અને ખોટા કેસ કરીને દંડ વસૂલ કરવામાં આવતા હોય તેવા આક્ષેપો સાથે જાંખીયા અને ફરેડા ગામના લોકો આ ઉપવાસ આંદોલનમાં શરૂ કર્યા છે. જેમાં ફરેડા જાખીયા ગામનાં માજી સરપંચ જેઠાભાઈ રામભાઈ બારૈયા, વિરાભાઈ સાદુળભાઈ, પુનાભાઈ બાબુભાઈ, જીલુભાઈ વિસાભાઈ, કેશુભાઈ રામજીભાઈ, રાજુભાઇ ધેલાભાઈ સહિતના અગ્રણી આગેવાનો સહિત ગ્રામજનો દ્વારા ગીરગઢડા ફરેડા રોડ પર ઉપવાસ છાવણી ઊભી કરીને જંગલ ખાતાની હેરાનગતિ સામે ઉપવાસી છાવણી નાખીને ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા છે.