ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.26
જૂનાગઢ ભવનાથ ખાતે આવેલ શ્રી ત્રિકમદાસજી આશ્રમ અન્નક્ષેત્રમાં વિશ્ર્વ હિન્દુ પરિષદ મહાનગરની વ્યાપક બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં બેઠકની શરૂઆત મહામંડલેશ્વર પ.પુ જગજીવનદાસ બાપુ, સૌરાષ્ટ્ર પ્રાંત સંપર્ક પ્રમુખ તેમજ મહાનગરના ચંદુભાઈ રૈયાણી, ઉપાધ્યક્ષ ડો.આશિષભાઈ ભટ્ટ, ઉપાધ્યક્ષ આશાબેન શ્રીવાસ્તવ, મંત્રી જયેશભાઇ ખેસવાણી દ્વારા દીપ પ્રાગટ્ય થી કરવામાં આવેલ ત્યારબાદ માતૃ શકિત સંયોજીકા બિંદુબેન મારૂ દ્વારા આચાર પદ્ધતિ મુજબ બેઠક ની શરૂઆત કરવામાં આવેલ.
- Advertisement -
જૂનાગઢ સહમંત્રી વિપુલભાઈ રાવત દ્વારા આવેલ અધિકારીઓ અને સંતશ્રીનો પરિચય કરવામાં આવેલ અને ત્યારબાદ પુ.જગજીવનદાસ બાપુ દ્વારા આશીર્વચન આપવામાં આવેલ અને સહમંત્રી દેવલભાઈ ગોંધીયાં દ્વારા બેઠકની પ્રસ્તાવના અને અક્ષત સંપર્ક અભિયાનની વાત તેમજ ગઈ પ્રાંત બેઠકની વાત કરેલ ત્યારબાદ ચંદુભાઈ રૈયાણી દ્વારા ષષ્ઠી પૂર્તિ વર્ષ અને સંગઠનની ચર્ચા કરેલ ત્યારબાદ વિભાગ સંગઠન મંત્રી ભાસ્કરભાઈ મકવાણા દ્વારા આગામી કાર્યક્રમો, આવનારા વર્ગો અને સંગઠનની વાત કરેલ અને મહાનગરના મંત્રી જયેશભાઇ ખેસવાણી દ્વારા પ્રખંડ સહચર્ચા કરેલ અને અંતમાં મહાનગરના ઉપાધ્યક્ષ ડો.આશિષભાઈ ભટ્ટ દ્વારા સમાપન કરવામાં આવેલ. અને જુનાગઢ મહાનગરમાં પરિષદના કાર્યોનો વ્યાપ હજુ વધારવામાં આવશે એવા સંકલ્પ સાથે બેઠકની પૂર્ણાહુતિ થઈ હતી.આ સંપૂર્ણ બેઠકને સફળ બનાવવા સહમંત્રી નીતિશભાઇ ભાલુ, સત્સંગ પ્રમુખ નથુભાઈ આહીર, સેવા પ્રમુખ પરાગભાઇ તન્ના, સહ સેવા પ્રમુખ જોગિભાઇ કોટેચા, અંકિતભાઈ જીલખા, સહ પ્રચાર પ્રસાર પ્રમુખ કૌશલભાઈ પંચાસરા સહિતના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવેલ.