સાબરમતી રિવરફ્રન્ટ અને સ્ટેચ્યુ ઑફ યુનિટી વચ્ચે સી-પ્લેન સેવા શરૂ થયા બાદ બંધ પડી ગઈ હતી
આ વખતે સી-પ્લેન સેવા ફરી બંધ ન થાય તે માટે દરેક પાસા ધ્યાનમાં લેવાશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.26
ગુજરાતમાં સાબરમતી રિવર ફ્રન્ટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે ઓકટોબર 2020 માં શરૂ થયેલી અને એપ્રિલ 2021 માં બંધ થયેલી સી-પ્લેન સેવાને હવે ફરીથી શરૂ કરવાનો પ્લાન થઈ રહ્યો છે. આ સેવા શરૂ કરતા પહેલા તેના બંધ થવાના દરેક પાસા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જેથી તે ફરી બંધ ન થઈ જાય તેના માટે માલદીવ, કેનેડા, ન્યુઝીલેન્ડ અને અન્ય એ દેશોમાં સી-પ્લેન સર્વીસ આપનારી કંપનીઓ સાથે વાત કરવામાં આવશે. 2021 ઓકટોબર સી-પ્લેન સેવા શરૂ કરાઈ હતી. જેનું પીએમ મોદીએ ઉદઘાટન કર્યું હતું.પરંતુ ટેકનીકલ કારણોથી આ સેવા પછીના વર્ષે 11 એપ્રિલ 2021 માં બંધ કરવી પડી હતી.
ત્યારથી એ શરૂ નથી થઈ શકી. તેની પાછળ અનેક કારણો બતાવવામાં આવે છે. સુત્રોનું કહેવુ છે કે ખરેખર તો તે સમયે આ સેવા માટે જે પ્લેન લાવવામાં આવ્યું હતું તે માલદીવથી મગાવાયું હતું પણ હવે તેને ફરીથી ચાલૂ કરવા પર કામ થઈ રહ્યું છે. તેમાં માલદીવ, કેનેડા, ન્યુઝીલેન્ડ અને અન્ય એ દેશોમાં સી-પ્લેન સેવા આપનારી એરલાઈન્સ સાથે વાત થશે જે આ સેવાને ચીપ એન્ડ વેસ્ટ આધારે વિભિન્ન દેશોમાં ફલાય કરાવી રહી છે. કેટલાંક એકસપર્ટ સાથે વાત પણ કરાઈ છે તેનો ખર્ચ વધુ આવી રહ્યો છે અને ટીકીટ પણ મોંઘી પડી રહી હતી.
આ સિવાય સી-પ્લેનને ઉડાડનાર એકસપર્ટ ક્રુ પણ દેશમાં ઉપલબ્ધ નહોતા દરમ્યાન દેશમાં કોરોનાની અસર વધવા લાગી હતી. આ કારણે સી-પ્લેનને વચ્ચેથી જ બંધ કરી દેવામાં આવી હતી.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, ભારતમાં સી-પ્લેન ઉડાડનારા પાયલોટની અને ક્રુની ખાસ્સી કેવી છે એટલે શરૂઆતમાં સી-પ્લેન ઉડાડવા માટે વિદેશી પાયલોટ-ક્રુ રાખવામાં આવશે. આ વખતે માત્ર ગુજરાત જ નહિં દેશનાં અનેક ખૂણામાં આ સેવાને શરૂ કરવાની યોજના બનાવાઈ રહી છે.



