કેતન ઇનામદાર વડોદરાથી દિલ્હી જવા રવાના, નવાજૂનીના એંધાણ
ખાસ-ખબર ન્યૂઝ વડોદરા, તા.23
- Advertisement -
વડોદરા ભાજપમાં જૂથવાદને લઈ વડોદરા લોકસભા બેઠકનાં ઉમેદવાર રંજનબેન ભટ્ટે પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે. તેમણે સોશિયલ મીડિયામાં જાહેરાત કરી છે. તેમના સોશિયલ મીડિયાના ડ હેન્ડલ, ફેસબુક પર જણાવ્યું છે કે હું રંજનબેન ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભા 2024ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવું છું. રંજનબેને ઉમેદવારી પાછી ખેંચી એની પાછળ જ્યોતિબેન પંડ્યા અને કેતન ઇનામદારનું પ્રેશર કામ કરી ગયાનું પણ કહેવાય છે. જ્યારે સાબરકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે પણ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે. કેતન ઇનામદાર દિલ્હી જવા રવાના થયા હોય એવું જાણવા મળ્યું છે. પોતાના પરિવારમાં દીકરીને મળવા જતા હોવાની વાત સામે આવી છે. રંજનબેનના રાજીનામા બાદ નવા-જૂની થઈ શકે છે. ટૂંક સમયમાં અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે. હાલ વડોદરા લોકસભા બેઠક પર ગાર્ગીબેન દવેનું નામ ચર્ચામાં છે.
વડોદરા લોકસભા બેઠક પર ભાજપનાં ઉમેદવાર તરીકે ત્રીજી વખત રંજનબેન ભટ્ટનું જ્યારથી નામ જાહેર થયું હતું ત્યારથી વડોદરા શહેર-જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. ભાજપના ઉમેદવાર સામે ભાજપના જ રાષ્ટ્રીય મહિલા મોરચાનાં માજી ઉપાધ્યક્ષ ડો. જ્યોતિબેન પંડ્યાએ ભ્રષ્ટાચારના આક્ષેપો મૂકી રંજનબેનને કરવામાં આવેલા રિપીટ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. એ બાદ વડોદરા લોકસભા બેઠક ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું.
વડોદરા ભાજપમાં કેમ આંતરિક વિખવાદ થયો
- Advertisement -
ભાજપ દ્વારા વડોદરા લોકસભા બેઠક પર સાંસદ રંજનબેન ભટ્ટને ત્રીજી વખત રિપીટ કરવામાં આવતાં શહેર ભાજપના કેટલાક હોદ્દેદારો ભારે નારાજ હતા, લોકસભા બેઠક માટે પ્રમુખ દાવેદાર મનાય રહ્યાં હતાં એવાં પૂર્વ મેયર ડો. જ્યોતિબેન પંડ્યાએ ટિકિટ ન મળતાં તેમણે પાર્ટીની પરવા કર્યા વગર જાહેરમાં આવી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
સાબરકાંઠામાં શરૂ થયું હતું ‘પત્રિકા વોર’
ભાજપે સાબરકાંઠા બેઠક પર ભાજપે ભીખાજી દુધાજી ઠાકોરને ઉમેદવાર બનાવ્યા હતા, જોકે, ગણતરીના કલાકોમાં જ ભીખાજી દુધાજી ઠાકોરની અટકને લઇને સમગ્ર મતવિસ્તારમાં વિવાદ ઉભો થયો હતો, સોશ્યલ મીડિયા પર ભીખાજીને ઠાકોરની જગ્યાએ ડામોર અટક હોવાની વાતો ચર્ચાઇ રહી છે અને પત્રિકા વોર પણ શરૂ થઇ છે.
મારા અંગત કારણોસર લોકસભા 2024ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવું છું-હું રંજનબેન ભટ્ટ
લોકસભા 2024ની ચૂંટણી લડવાની મારી કોઇ ઇચ્છા નથી…-ભીખાજી ઠાકોર