રાજકોટની રામાપીર ચોકડી પાસે વહેલી સવારે બનેલી દુર્ઘટના
પોલીસે બે નબીરાની કરી ધરપકડ : નશો કર્યો હોવાની શંકાએ તપાસ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.21
રાજકોટમાં સતત બીજા દિવસે અકસ્માતની ઘટના સામે આવી છે મંગળવારે રાત્રે યાજ્ઞિક રોડ ઉપર મર્સિડીઝ કારને ઠોકરે લીધાની ઘટના હજુ તાજી જ છે ત્યાં શહેરના 150 ફૂટ રિંગ રોડ પર રામાપીર ચોક બ્રિજ પર પૂરપાટ ઝડપે જતી કારના ચાલકે બાઇકને અડફેટે લેતા વેપારી આધેડનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અકસ્માત સર્જી કાર વીજપોલ સાથે અથડાઇ હતી ઘટનાને પગલે દોડી ગયેલ પોલીસે બે શખ્સોની ધરપકડ કરી હતી બંનેએ નશો કર્યો હોવાની શંકાએ પોલીસે તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર રામાપીર ચોક ઓવરબ્રિજ ખાતે સવારના ચારેક વાગ્યાના અરસામાં જીજે.03.એલએમ.1990 નંબરની કાર પૂરપાટ ઝડપે બ્રિજ ઉપરથી શીતલપાર્ક તરફ જતી હતી દરમિયાન બ્રિજની ઉપર જ બાઈકને અડફેટે લેતા ઘરે જતા કિરીટભાઇ પોંદા બાઈક પરથી પટકાતા તેમને ગંભીર ઇજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું બીજી તરફ ભાગવા જતાં કાર વીજપોલમાં અથડાઈ હતી. બનાવ અંગે જાણ થતા ડીસીપી સુધીરકુમાર દેસાઇ, એસીપી રાધિકા ભારાઈ, ગાંધીગ્રામ પીઆઇ અકબારી સહતીનો પોલીસ કાફલો તુરંત ઘટનાસ્થળએ દોડી ગયો હતો અને મૃતદેહને પી અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો પોલીસે કારચાલક અનંત દુદકિયા અને તેની સાથે કારમાં સવાર દેવેન્દ્રભાઈ ઉપાધ્યાયની અટકાયત કરી પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા કારચાલકએ નશો કર્યો હોવાની શંકાએ પોલીસે મેડિકલ ચેકઅપ કરાવવા તજવીજ હાથ ધરી છે.
- Advertisement -
મૃતક 150 ફૂટ રિંગ રોડ ઉપર રાધા રેસિડેન્સી રહેતા અને લોધાવાડ ચોકમાં નાની કેબિન રાખી જલારામ સેન્ડવીચ નામે માત્ર રાત્રે જ વેપાર કરતાં કિરીટભાઈ રસિકભાઈ પોંડા ઉ.54 હોવાનું જાણવા મળ્યું છે તેઓ રાત્રે આંઠ વાગ્યા પછી કેબિન ખોલતા અને મોડી રાત સુધી વેપાર કરતાં વેપારી મોભીના મોતથી પરિવારમાં પણ શોક વ્યાપી ગયો છે.