ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.21
જૂનાગઢ મહાનગરપાલિકાના વેરા પેટે બાકી રહેતી લેણી રકમ મુદ્દે કમિશ્ર્નર ડો.ઓમ પ્રકાશ દ્વારા મિલત વેરા વસુલાત શાખાને રિકવરી કરવા કડક સુચના અપાતા નાયબ કમિશ્ર્નર એ.એચ.ઝાપડા, આસીસ્ટન કમિશ્ર્નર ટેક્સ વિભાગ કલ્પેશ ટોલીયા, વિરલ જોષી, નીતુબેન વ્યાસ, ત્રીપાલસિંહ રાયજાદા સહિતના અધિકારીઓએ ગાયત્રીનગર, મહેશનગર, મોતીબાગ રોડ, રાયજીબાગ સોપીંગ સેન્ટર, દિપાંજલી-2, આંબાવાડી, જોષીપરા મળીને કુલ 17 મિલ્કતોને શીલ કરવામાં આવી હતી. તેની સાથે મનપાનો બાકી રહેતા વેરા પેટે રૂા.23 લાખની વસુલાત કરવામાં આવેલ હતી.