સઈદ અહેમદે 1958માં 20 વર્ષની ઉંમરે વેસ્ટ ઈન્ડિઝ સામે તેની ટેસ્ટ ડેબ્યૂ કરી હતી અને 1972-73ના પ્રવાસ દરમિયાન મેલબોર્નમાં પાકિસ્તાન માટે તેની છેલ્લી ટેસ્ટ રમી હતી.
પાકિસ્તાનના ભૂતપૂર્વ ટેસ્ટ કેપ્ટન સઈદ અહેમદનું 86 વર્ષની વયે નિધન થઈ ગયું છે. સઈદ અહેમદે પાકિસ્તાન ટીમ માટે કુલ 41 ટેસ્ટ મેચો રમી છે, જેમાં તેણે પાંચ સદી અને 16 અડધી સદીની મદદથી 2,991 રન બનાવ્યા હતા. ખાસ વાત એ હતી કે તેની ત્રણ સદી ભારત વિરુદ્ધ હતી. સઈદ અહેમદે તેની જમણા હાથની ઓફ સ્પિન બોલિંગથી 22 વિકેટ પણ લીધી છે.
- Advertisement -
દિગ્ગજ ક્રિકેટરે અચાનક દુનિયાને અલવિદા કહી દીધું
સઈદ અહેમદે 1958માં વેસ્ટ ઈન્ડિઝ સામે તેની ટેસ્ટ ડેબ્યૂ કરી હતી અને 1972-73ના પ્રવાસ દરમિયાન મેલબોર્નમાં પાકિસ્તાન માટે તેની છેલ્લી ટેસ્ટ રમી હતી. સઈદ અહેમદ પાકિસ્તાનના છઠ્ઠા ટેસ્ટ કેપ્ટન હતા અને 1969માં ઈંગ્લેન્ડના રાષ્ટ્રીય પ્રવાસ દરમિયાન તેમણે હનીફ મોહમ્મદની જગ્યાએ ટીમનો કેપ્ટન બનાવ્યો હતો.
The PCB expresses its sadness over the passing of former Pakistan Test captain Saeed Ahmed. He represented Pakistan in 41 Test matches over 15 years from 1958 to 1973. Our sincerest condolences to Saeed's family and friends. pic.twitter.com/natNIsXQ9o
- Advertisement -
— Pakistan Cricket (@TheRealPCB) March 20, 2024
સઈદ અહમદનો જન્મ 1937માં જલંધરમાં થયો હતો, જે તે સમયે બ્રિટિશ ભારતમાં હતો, જે હવે ભારતીય પંજાબનો ભાગ છે. સઈદ અહેમદે વેસ્ટ ઈન્ડિઝ સામે બ્રિજટાઉન ટેસ્ટમાં 20 વર્ષની ઉંમરે ડેબ્યૂ કર્યું હતું, જ્યાં હનીફ મોહમ્મદે 970 મિનિટ સુધી બેટિંગ કર્યા બાદ 337 રન બનાવ્યા હતા.
1972ના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ડેનિસ લિલી સાથેની દલીલ બાદ, સઈદ અહેમદે પીઠની ઈજાને કારણે પોતાને ત્રીજી ટેસ્ટમાંથી બહાર કરી દીધો હતો, એ બાદ સઈદ ફરી ક્યારેય પાકિસ્તાન તરફથી રમ્યો નહીં, બસ આ પછી તેની કારકિર્દી ખતમ થઈ ગઈ હતી.
Former Pakistan Test captain Saeed Ahmed has passed away aged 86.
Our condolences to his family and friends. pic.twitter.com/Fo9W1D9xM9
— Grassroots Cricket (@grassrootscric) March 20, 2024
સઈદ અહેમદ ઘણા વર્ષો સુધી લાહોરમાં એકલા રહેતા હતા અને બગડતી તબિયતને કારણે તેને વારંવાર હોસ્પિટલમાં જવું પડતું હતું. બુધવારે બપોરે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને થોડી જ વારમાં તેનું મૃત્યુ થયું હતું. સઈદ અહેમદના પરિવારમાં તેમના બે પુત્રો, એક પુત્રી અને સાવકા ભાઈ યુનિસ અહેમદ છે. યુનિસ અહેમદે પાકિસ્તાન માટે ચાર ટેસ્ટ રમી હતી.
સઈદ અહેમદનો કેપ્ટન તરીકેનો કાર્યકાળ માત્ર ત્રણ ટેસ્ટનો જ રહ્યો. પીસીબીના અધ્યક્ષ મોહસીન નકવીએ શોક વ્યક્ત કરતા કહ્યું, ‘પૂર્વ ટેસ્ટ કેપ્ટનના નિધનથી પીસીબી દુખી છે અને સઈદ અહેમદના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરે છે. તેણે પૂરા દિલથી પાકિસ્તાનની સેવા કરી અને PCB તેના રેકોર્ડ અને ટેસ્ટ ટીમની સેવાઓનું સન્માન કરે છે.