ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.20
રાજકોટ શહેરની અગ્રગણ્ય સહકારી સંસ્થા અપના બજાર રાજકોટ દ્વારા રાજકોટ જિલ્લા તથા શહેરભરનાં પાઠય પુસ્તક વિક્રેતાઓ સાથે બિઝનેશ મીટ- ગ્રાહક મિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સંસ્થાના બોર્ડ ઓફ ડીરેકટરો વતી સર્વે વેપારી મિત્રોને આવકારતા સંસ્થાના ચેરમેન વિક્રમસિંહ પરમારે વેપારી મિત્રો દ્વારા ઓનલાઈન ઓર્ડર બુકીંગમાં સારા સહકાર તથા સમય બચત- કાર્ય સરળતા વિગેરે અભિગમની સરાહના કરી વેપારીઓના સાથ સહકારને બિરદાવ્યો હતો. પૂર્વ ચેરમેન આશરે ચાર દાયકાથી સંસ્થાને માર્ગદર્શન પ્રદાન કરતાં ડીરેકટર મહેન્દ્રભાઈ શેઠએ સંસ્થાના ચડતી-પડતીના ઈતિહાસ તથા સંસ્થાને પાઠ્ય પુસ્તકના જિલ્લાના વિતરક તરીકેની માન્યતા માટે પ્રણેતા સ્વ. છોટુકાકા – મે. ફુલચંદ દામોદર એન્ડ સન્સને ભાવવહી વડીલ સ્મૃતિ વંદના અર્પણ કરી હતી. શહેર અને જિલ્લાભરના અનેક વેપારી મિત્રોને આવકારતા સંસ્થાના પૂર્વ ચેરમેન- ડીરેકટર મહેશભાઈ કોટકે વિશેષ ઉલ્લેખ કરતાં જણાવ્યું કે આજનો દિવસ ‘વિશ્ર્વ ગ્રાહક દિન’ તરીકે હોય યોગાનુયોગ હોય અપના બજારને સર્વે ગ્રાહકોની ચરણરજ પ્રાપ્ત થઈ હોય સંસ્થા ધન્ય અને ઋણી બની છે. કાર્યક્રમના અંતે સંસ્થાના વાઈસ ચેરપર્સન ડો. જીજ્ઞાબેન પટેલ દ્વારા આભારદર્શન કરવામાં આવ્યું હતું.