જિલ્લામાં 362 હથિયાર જમા હજુ 600 જેટલા બાકી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.20
જૂનાગઢ ચુંટણી પંચ તરફથી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 તથા વિધાનસભા પેટા ચુંટણી માટેનો કાર્યક્રમ નક્કી કરવામાં આવેલ છે. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં ચૂંટણી તા.7મેના રોજ યોજાનાર છે. જેની મતગણતરી તા.4 જૂનના રોજ થનાર છે.જે અન્વયે જૂનાગઢ જિલ્લામાં પરવાનાવાળા હથિયારો જમા કરાવવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે જેમાં જિલ્લામાં તા. 17 સુધીમાં 362 હથિયારો જમા થયા છે અને હજુ 600 જેટલા હથીયાર જમા લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જૂનાગઢ જિલ્લામાં યોજાનારી ચૂંટણી દરમિયાન જાહેર સલામતી જોખમાય નહીં તેમજ ચુંટણી મુક્ત અને ન્યાયીક વાતાવરણમાં યોજાઈ અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર જિલ્લામાં આવેલ તમામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પાક રક્ષણ તેમજ સ્વરક્ષણના પરવાના તળેના હથિયારો સંબંધ કરતાં પરવાનેદાર પાસેથી મેળવી જમા લેવા જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલકુમાર રાણાવસિયા દ્વારા હુકમ કરવામાં આવેલ છે આ હથિયારો ચુટણીનું પરિણામ જાહેર થયાના એક અઠવાડિયા બાદ સંબંધિત પરવાનેદારને તેનું હથિયાર પરત સોંપવાનું રહેશે.