મોરબીમાં દારૂના ગોડાઉન ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો
10 શખ્સોની ધરપકડ : 2.21 કરોડનો મુદામાલ કબજે : 7 માસથી થતું હતું વેચાણ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.20
રાજકોટ સહિત રાજ્યભરમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ધોંસ બોલાવી રહી છે ત્યારે મોરબી જિલ્લાના વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં આવેલ શ્રીરામ નામના ગોડાઉનમાં ડીવાયએસપી કે ટી કામરિયાના માર્ગદર્શન હેઠળ પોલીસે દરોડો પાડતા દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો પોલીસે ગોડાઉનમાથી 1.51 કરોડનો 61,152 બોટલ દારૂ, અઢી લાખ રોકડ, 10 મોબાઈલ, 7 વાહન સહિત 2.21 કરોડનો મુદામાલ કબજે કરી દસ શખ્સોની ધરપકડ કરી છે આ લોકો છેલ્લા સાત મહિનાથી ગોડાઉનમાં દારૂનો જથ્થો ઉતારી વેચાણ કરતાં હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ પીએસઆઇ એચ એચ જાડેજા અને ટીમે બાતમી આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ગોડાઉનમાં દરોડો પાડતા ત્યાંથી 10 શખ્સો દારૂનું કટિંગ કરતાં મળી આવ્યા હતા પોલીસે રમેશ પુંજભાઈ પટણી, ખિયારામ અલીયસ ખીવારાજ, ગાંગપ્રસાદ રામપ્રતાપ રામપ્રકાશ કેવાત, મુકેશ માલાભાઈ મેપાભાઈ ગમારા, જગસેન હરિલાલ રામકુમાર કેવાટ, સિવકરાં નર્મદપ્રસાદ દયાશંકર કેવાટ, આકાસ સત્યનારાયણ જગનારાયણ કેવાટ, સતેન્દ્રકુમાર રામમિલન રામશ્યા કેવાટ, વિનોદ દુર્જનલાલ કેવાટ અને રવિશંકર રામલખન મોતીલાલ કેવાટની ધરપકડ કરી હતી જ્યારે ગોડાઉન ભાડે રાખી 7 માસથી ધંધો કરતાં અમદાવાદના જીમીત શંકરભાઇ પટેલ, ભરતભાઇ મારવાડી, ઉમેશ બેનિવાલ, મેહુલ, રાજૂ સહિત 11 શખ્સો હાજર નહિ મળી આવતા વોંટેડ જાહેર કરી તમામની શોધખોળ હાથ ધરી છે. સ્થાનીક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે મસમોટી રેડ કરતાં સ્થાનિક પોલીસના તપેલા ચડી જાશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.
- Advertisement -



