આજથી આગામી 25 માર્ચ સુધી પ્રતિબંધિત રોડ માટેનું જાહેરનામું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.19
હોળી-ધૂળેટી દરમિયાન સમગ્ર ગુજરાતમાંથી સેંકડો પગપાળા યાત્રાળુઓ મોટી સંખ્યામાં ડાકોર ખાતે દર્શન કરવા જતા હોય છે. પગપાળા જતાં યાત્રિકોને સમસ્યાનો સામનો કરવો પડે નહીં માટે 19થી 25 માર્ચ દરમિયાન અમદાવાદના કેટલાક રસ્તામાં વાહનોની અવર-જવર માટે પ્રતિબંધ મૂકાયો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે એક યાદીમાં જણાવ્યું છે કે, ’હીરાપુર ગામથી ખાત્રજ ચોકડી સુધી પસાર થતાં રોડ ઉપર યાત્રાળુઓ મોટી સંખ્યામાં અમદાવાદ શહેરમાંથી પગપાળા જાય છે. આ યાત્રિકો અમદાવાદથી જશોદાનગરથી હાથીજણ સર્કલ, હીરાપુર ચોકડીથી રાસ્કા પોટા હટ ચેક પોસ્ટ નાકા તરફ આવતા તમામ વાહનો તેમજ નડિયાદ-અમદાવાદ તરફથી આવતા કાર કે તેથી મોટા વાહનો પર પ્રતિબંધ વિવેકાનંદનગર હીરાપુર ચોકડી સુધી પ્રતિબંધિત રહેશે.’
- Advertisement -
પ્રતિબંધિત વિસ્તાર: હિરાપુર ચોકડીથી નાંદેજ-બારેજડી તરફ આવતો- જતો ટ્રાફિક હિરાપુર ચોકડી થઈ મહેમદાવાદ રોડ પર નહીં જતાં આ ટ્રાફિક હિરાપુર ચોકડીથી બારેજા થઈ નડિયાદ તરફ જઈ શકશે. અમદાવાદથી મહેમદાવાદ જતાં રાજ્ય ધોરી માર્ગ ઉપર અવર-જવર થઈ શકશે નહીં.
વૈકલ્પિક રૂટ: હાથીજણ, વિવેકાનંદ નગર, ગેરતપુર તરફ આવવા-જવા માટે વિંઝોલ રિંગ રોડ, વિનોબાભાવે નગર પાસેથી પસાર થતાં ઓમ કોલોની રોડ પર પરિયર રામ સ્વામી બ્રિજ ઉપરથી પંડિત દીનદયાળ નગર. બીબીપુર, વાંચ, હીરાપુર, હરણીયાવ તરફ આવવા-જવા માટે રામોલ અદાણી સર્કલથી બીબીપુરા વાંચ હીરાપુર હરણીયાવ તરફ.