ખાસ-ખબર ન્યૂઝ અમરેલી, તા.19
અમરેલી જીલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા તરીકે રાજુલા તાલુકાના ડુંગર જિલ્લા પંચાયતના સભ્ય જેરામભાઈ દુલાભાઈ કાછડ (જે.ડી.કાછડ) ની અમરેલી જીલ્લા કોંગ્રેસની બેઠકમાં નિર્ણય લેવામાં આવેલો છે. અને આ નિર્ણયને અમરેલી જીલ્લાના કોંગ્રેસના આગેવાન પ્રતાપભાઈ દુધાત, પરેશભાઈ ધાનાણી, વીરજીભાઈ ઠુમર,જેનીબેન ઠુમર, ટીકુભાઈ વરૂ, ઠાકલશીભાઇ મેતાલીયા, ચંદ્રેશભાઇ રવાણી, ગાંગાભાઇ હડીયા, નાયાભાઈ ગુજર, અશોકભાઈ ચાવડા તેમજ જિલ્લા પંચાયતના સભ્યઓ અને કોંગ્રેસના વિવિધ સેલના આગેવાનોએ તથા તાલુકા પંચાયતના પૂર્વ જિલ્લા પંચાયતના ચેરમેનઓ સહિતના આગેવાનોએ આ વરણીને આવકારી હતી. અને ખુશી વ્યક્ત કરી છે તેવું અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાતના પી.એમ.ની યાદીમાં જણાવે છે.