કનકેશ્વરી માતાજીને અભિષેક કરાયો તેમજ હોમાત્મક યજ્ઞ, રાજભોગ થાળ, અન્નકૂટ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.18
- Advertisement -
જૂનાગઢ ગીર મધ્યે આવેલ ગિરિકંદરાઓની અંદર આદ્યશક્તિ માતા કનકેશ્વરીના બેસણા છે તેવા તીર્થધામમાં માતાજીનો પ્રાગટ્ય ઉત્સવ એટલે કે પાટોત્સવ ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય મનોરથમાં અનિલભાઈ અમૃતલાલ શાહ તેમજ કિરણબેન અમૃતલાલ શાહ પરિવાર દ્વારા માતાજી કનકેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા ચાલતી ગૌશાળામાં ગૌમાતાનું પૂજન કરી રાજરાજેશ્વરી આદ્યશક્તિ માતા કંકેશ્વરી અભિષેક કરી હોમાત્મક યજ્ઞ તથા બપોરના ટાઈમે માતાજીનો રાજભોગ થાળ તેમજ માતાજીનો અન્નકૂટ નાખવું સહિતની વિવિધ ધાર્મિક કાર્યક્રમથી સંપન્ન થયું આ આ તકે ટ્રસ્ટના પ્રમુખ નરેન્દ્રભાઈ જાની તેમજ ટ્રસ્ટી અતુલભાઇ ગાંધી, રાજુભાઈ મહેતા, મહેન્દ્રભાઈ ગાંધી ઉદયભાઇ મહેતા તેમજ હજારો માય ભક્તોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ પૂર્ણ હતો તેમ દેવાંગભાઈ ઓઝાની એક યાદીમાં જણાવાયું છે.