શહેરના કુલ 8 વોર્ડમાંથી 25 મિલકતોને ટાંચ-જપ્તીની નોટીસ ફટકારી રૂા. 50 લાખથી વધુની રીકવરી કરાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.18
રાજકોટ મનપાની વેરા વસુલાત શાખા દ્વારા આજરોજ વેરો ન ભરનારાઓ સામે રીકવરી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં શહેરના કુલ 8 વોર્ડમાંથી કુલ 9 મિલકતોને સીલ કરવામાં આવી, 25 મિલકતોને ટાંચ-જપ્તીની નોટીસ, 3 નળ કનેકશન કપાત અને 50.10 લાખની રીકવરી કરવામાં આવી હતી.
વોર્ડ નં. 5માં પેડક રોડ પર આવેલ ભવનાથ એન્ટરપ્રાઇઝ ફર્સ્ટ ફ્લોર શોપ નં. 1 અને શોપ નં.2ની નોટિસ સામે રીકવરી રૂા. 67,701, માર્કેટીગ યાર્ડમાં 1-યુનિટની નોટિસ સામે રીકવરી રૂા. 30,276, વોર્ડ નં. 6માં ભાવનગર રોડ પર આવેલ શ્રમજીવી સોસાયટીમાં શેરી નં-6માં બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂા. 40,000નો ઙઉઈ ચેક આપવામાં આવ્યો અને સંત કબીર રોડ પર આવેલ 1-યુનિટનાં બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂા. 34,100, ભાવનગર રોડ પર આવેલ અનમોલ પાર્કમાં 2-નળ કનેક્શન કપાતા સામે રીકવરી રૂા. 7000.
- Advertisement -
ભાવનગર રોડ પર આવેલ સત્યમ પાર્કમાં 1-નળ કનેક્શન કપાત, વોર્ડ નં. 7માં કનક રોડ પર આવેલ 1-યુનિટની નોટિસ સામે રીકવરી રૂા. 1.00 લાખ, ઢેબર રોડ પર આવેલ સંકલ્પ હોસ્પીટલ ફર્સ્ટ ફ્લોર-3 સેક્ધડ ફ્લોર-2 થર્ડ ફ્લોર-2ની નોટિસ સામે રીકવરી રૂા. 6.50 લાખ, કેનાલ રોડ પર આવેલ નિર્મળા કોમ્પ્લેક્ષમાં ફર્સ્ટ ફ્લોર 5-યુનિટને સીલ, ગોડલ રોડ પર આવેલ વિજય પ્લોટમાં 1-યુનીટને નોટિસ સામે રીકવરી રૂા. 1.65 લાખ, કેનાલ રોડ પર આવેલ શ્રી નાથજી કોમ્પ્લેક્ષમાં ફર્સ્ટ ફ્લોર શોપ નં-104ને સીલ, કેનાલ રોડ પર આવેલ શ્રી નાથજી કોમ્પ્લેક્ષમાં ફર્સ્ટ ફ્લોર શોપ નં-105ને સીલ તેમજ વોર્ડ નં. 10માં નિર્મળા રોડ પર આવેલ નિર્મલ આશીષમાં 1-યુનિટની નોટિસ સામે રીકવરી રૂા. 1.28 લાખ, વોર્ડ નં-11માં 150 ફીટ રીગ રોડ પર આવેલ ઓમનગરમાં શોપ નં-10ને સીલ, વોર્ડ નં-13માં વૈધવાડી શેરીનં-1મા 1-યુનિટને નોટિસ, મવડી પ્લોટ રોમાની એસ્ટેટમાં 2-યુનિટને, મણીનગરમાં 1-યુનિટને નોટિસ અને ગોકુલનગરમાં શેરી નં-5 1-યુનિટની નોટિસ સામે રીકવરી રૂા. 73,760, મણીનગર શેરી નં-9 મા 1-યુનિટને, મણીનગર શેરી નં-3મા 1-યુનિટને નોટિસ ફટકારવામાં આવી હતી તેમજ વોર્ડ નં. 14માં ગીતાનગરમાં 3-યુનીટને નોટિસ, વોર્ડ નં-18માં ગોડલ રોડ પર આવેલ અમૃત ઇન્ડ એરીયામાં શેરી નં-3ની નોટિસ સામે રીકવરી રૂા. 1.32 લાખ.
ગોડલ રોડ પ્રા આવેલ ચંદ્ર ઇન્ડ એસ્ટેટમાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂા. 2.00 લાખ, 80 ફીટ રોડ પર આવેલ સ્વાતિ પાર્ક માં 3-યુનિટને નોટિસ સામે રીકવરી રૂા. 1.11 લાખ, કોઠારીયા રોડ પર આવેલ સોમનાથ ઇન્ડ એરીયામાં 1-યુનિટનાં બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂા. 66,159, 80 ફીટ રોડ પર આવેલ સ્વાતિ પાર્ક 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂા. 50,000ની રીકવરી કરવામાં આવી હતી. આમ કુલ રૂા. 50.10 લાખની રીકવરી કરવામાં આવી હતી. આ કામગીરી મેનેજર વત્સલ પટેલ, નિરજ વ્યાસ, સિદ્ધાર્થ પંડયા, ફાલ્ગુનીબેન કલ્યાણી, નિલેશ કાનાણી તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરોે દ્વારા આસી.કમિશનર સમીર ધડુકના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.