રાજકોટ રેલવે ડિવિઝના 7 OSOP સ્ટોલના લોકાર્પણ તથા વંદે ભારત ટ્રેનના વિસ્તરણનો શુભારંભ
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આધુનિક યુગને સુસંગત ફાસ્ટ અને ક્લીન રેલવેની ભેટ આપી: મેયર નયનાબેન પેઢડીયા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.12
દેશના નાગરિકોને રેલવેની વૈશ્વિક સ્તરની સુવિધા ઉપલબ્ધ કરાવવાના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના મહાઅભિયાનના ભાગરૂપ રૂ. 85000 કરોડના રેલવે પ્રકલ્પોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત અને વિવિધ સેવાઓનો લીલી ઝંડી આપી અમદાવાદ ખાતેથી શુભારંભ કરાવવામાં આવ્યો હતો. રાજકોટ રેલવે સ્ટેશન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલી ઓખા સુધી વિસ્તારિત અમદાવાદ-જામનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી દેખાડી રવાના કરવામાં આવી હતી તથા રાજકોટ રેલવે ડિવિઝનના વિવિધ 7 સ્ટેશનો પર આવેલ વન સ્ટેશન વન પ્રોડક્ટ (ઘજઘઙ) સ્ટોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડીયાએ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, છેવાડાના માનવીને સુવિધા મળે તે માટે સરકાર સતત કાર્યરત છે. મધ્યમ અને ગરીબ વર્ગનું પરિવહનનું પ્રિય સાધન રેલવે છે, જેના વિવિધ માળખાગત સુવિધાઓનો વિકાસ આયોજનબધ્ધ રીતે કરવામાં આવી રહ્યો છે. આ અંતર્ગત અનેક પ્રોજેક્ટ્સનો આજે પ્રારંભ થનાર છે. પહેલા રેલવેમાં સ્વચ્છતા અને સમયબદ્ધતાનો અભાવ હતો, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને આધુનિક યુગને સુસંગત ફાસ્ટ અને ક્લીન રેલવેની ભેટ આપી છે.સાંસદ મોહનભાઈ કુંડારીયાએ જણાવ્યું હતું કે, 2014 સુધીમા રાજકોટ સ્ટેશનને માત્ર 24 ટ્રેન મળી હતી. જયારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના કાર્યકાળમા છેલ્લા 10 વર્ષમાં રાજકોટ સ્ટેશનને વધુ 14 ટ્રેન મળી છે.
રાજકોટના નાગરિકોને હવે દ્વારકા જવા વંદે ભારત ટ્રેનનો લાભ મળશે. અગાઉ રાજકોટ-સુરેન્દ્રનગર સિંગલ ટ્રેક પર વધુ ભારણ હતું જેને 1800 કરોડના ખર્ચે ડબલ ટ્રેક બનાવવામાં આવતાં હવે રાજકોટને ભવિષ્યમાં વધુ સુવિધા સાથે અન્ય નવી ટ્રેનો પણ ઉપલબ્ધ થશે.
- Advertisement -
સાંસદ કુંડારીયાએ ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રીના નેતૃત્વમાં વિશ્વકર્મા બંધુઓને તેમની વસ્તુઓના વેચાણ માટે પ્રોત્સાહિત કરવા અને તેનો પ્રચાર પ્રસાર કરવા માટે ઓ.એસ.ઓ.પી. હેઠળ સ્ટોલને લોકાર્પણ કરવામાં આવી રહ્યા છે.વિકાસ પ્રકલ્પોથી પરિવહનની સુવિધામાં વધારા સાથે સ્થાનિક કારીગરોને રોજગારીમાં પણ
વધારો થશે.