રાજ્યમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી પાર, મહુવામાં સૌથી વધુ 36 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ, તા.11
- Advertisement -
ગુજરાત રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. હવે ગરમીની શરૂઆત થઇ જશે. અમદાવદમાં લઘુત્તમ 17.2 ડિગ્રી, મહત્તમ 34.5 ડિગ્રી તાપમાન રહ્યું છે. ત્યારે રાજ્યમાં ધીરે ધીરે ગરમીની શરૂઆત થઇ છે. તથા મહુવામાં સૌથી વધુ લઘુત્તમ 13.5 ડિગ્રી, મહત્તમ 36.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જો કે સવારે થોડી-થોડી ઠંડી હજુ પણ અનુભવી શકાય છે. .હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ધીરે ધીરે સમગ્ર રાજ્યમાં ઠંડી હવે વિદાઈ લઈ રહી છે. છેલ્લા એક અઠવાડીયામાં તાપમાનનો પારો જોઈએ તો સતત વધારો થયો છે.
રાજ્યમાં હજુ પણ મહત્તમ તાપમાનમાં વધારો થશે. હવામાન વિભાગે 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ,અરવલ્લી, ગાંધીનગર, ગીર સોમનાથ, મહેસાણા, પંચમહાલ,સુરત, વલસાડ સહિતના જિલ્લાઓમાં 34 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. ભાવનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, પાટણ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 33 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.
હવામાન વિભાગે 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાની આગાહી કરી છે. સવારે ઠંડી જ્યારે બપોરે ગરમીનો એહસાસ થયો છે. રાજ્યમાં ધીરે ધીરે ગરમીની શરૂઆત થઇ છે. ત્યારે ઉત્તર પૂર્વીય પવનોના કારણે રાજયમાં મિશ્રઋતુ રહે છે. રાજ્યમાં મહત્તમ તાપમાનમાં વધારો થયો છે. હવે બે દિવસમાં ગરમીની શરૂઆત થઇ જશે.
- Advertisement -
અમદાવદમાં લઘુત્તમ 17.2 ડિગ્રી, મહત્તમ 34.5 ડિગ્રી તાપમાન નોંધાયુ છે તો ગાંધીનગરમાં લઘુત્તમ 15.5 ડિગ્રી, મહત્તમ 34.4 ડિગ્રી તાપમાન. સુરતમાં લઘુત્તમ 17.6 ડિગ્રી, મહત્તમ 34.8 ડિગ્રી તાપમાન. રાજકોટમાં લઘુત્તમ 17 ડિગ્રી, મહત્તમ 35.5 ડિગ્રી તાપમાન. વડોદરામાં લઘુત્તમ 16.8 ડિગ્રી, મહત્તમ 34.6 ડિગ્રી તાપમાન. મહુવામાં લઘુત્તમ 13.5 ડિગ્રી, મહત્તમ 36.6 ડિગ્રી તાપમાન. રાજ્યમાં હજુ પણ મહત્તમ તાપમાનમાં થશે વધારો. 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાની સંભાવના હવામાન વિભાગે દર્શાવી છે.