ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
મેંદરડા તાલુકાના આગેવાન રાજાવડ ગામના પુર્વ ઉપ સરપંચ રસિકભાઈ મુંછડિયાએ રાજાવડ ગામે ડો.બાબા સાહેબ આંબેકર ભવનને ફરતે કમ્પાઉન્ડ હોલ નું કામ મંજુર કરવા માટે તાલુકા પંચાયતનાં પ્રમુખ દિપકભાઈ મકવાણાને લેખિત મૌખિક રજૂઆત કરવામાં આવી હતી તેને લઈને તાલુકા પંચાયતના પ્રમુખ દિપકભાઇ મકવાણા સ્થળ ખરાઈ કરી તાત્કાલિક ધોરણે ગ્રાન્ટ મંજૂર કરવામાં હતી આ તકે તાલુકા પંચાયત પ્રમુખના વરદ હસ્તે કામનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આતકે સમાજનાં અગ્રણી જે.ડિ.ખાવડુ, રમેશભાઇ પરમાર, જગદિશ ભાઇ સોલંકી, વિઠ્ઠલભાઈ સોલંકી. કૈલાશભાઈ વાઘેલા સહિત પ્રમુખ દિપકભાઈ મકવાણાને ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યુ હતુ આ તકે રસિકભાઈ મુંછડિયા સહિત ગ્રામજનો એ વિકાસને વધાવી પ્રમૂખનો આભાર વ્યક્ત કર્યો હતો.