- બીજી ઇનિંગ્સ માં ઇંગ્લેન્ડ 195માં ઓલઆઉટ
- અશ્વિન 5 વિકેટ, બૂમરાહ 2 વિકેટ, જાડેજા 1 વિકેટ, કુલદીપે 2 વિકેટ ઝડપી
ભારતે શ્રેણીની પાંચમી અને છેલ્લી મેચમાં ઇંગ્લેન્ડને ઇનિંગ્સ અને 64 રને હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ શ્રેણી 4-1થી કબજે કરી હતી. ઇંગ્લેન્ડ માટે બીજી ઇનિંગમાં જો રૂટ 84 રન બનાવીને આઉટ થયો હતો. બાકીના બેટર્સ કંઈ ખાસ કરી શક્યા ન હતા, જેના કારણે ટીમ 259 રન પણ બનાવી શકી ન હતી. ભારત તરફથી રવિચંદ્રન અશ્વિને બીજી ઇનિંગમાં 5 વિકેટ ઝડપી હતી. જસપ્રીત બુમરાહ અને કુલદીપ યાદવે 2-2 વિકેટ લીધી હતી. રવીન્દ્ર જાડેજાને એક વિકેટ મળી હતી.
In the air and taken by Jasprit Bumrah! 💪
- Advertisement -
Kuldeep Yadav with the final wicket 😃
End of the match and series in Dharamsala ⛰️
Scorecard ▶️ https://t.co/OwZ4YNua1o#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/wlOYofabuC
- Advertisement -
— BCCI (@BCCI) March 9, 2024
ભારત તરફથી પ્રથમ દાવમાં શુભમન ગિલે 110, રોહિત શર્માએ 103, યશસ્વી જયસ્વાલે 57, દેવદત્ત પડિકલે 65 અને સરફરાઝ ખાને 56 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી શોએબ બશીરે 5 વિકેટ લીધી હતી. જેમ્સ એન્ડરસન અને ટોમ હાર્ટલીએ 2-2 વિકેટ લીધી હતી. કેપ્ટન બેન સ્ટોક્સને પણ એક વિકેટ મળી હતી.
ઇંગ્લેન્ડ માટે પ્રથમ દાવમાં 79 રન બનાવીને જેક ક્રોલી આઉટ થયો હતો. બાકીના બેટર્સ કંઈ ખાસ કરી શક્યા ન હતા, જેથી ટીમ 218 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી પ્રથમ દાવમાં કુલદીપ યાદવે 5 અને રવિચંદ્રન અશ્વિને 4 વિકેટ ઝડપી હતી. રવીન્દ્ર જાડેજાને પણ એક સફળતા મળી હતી.