- અસામાન્ય ગરમી માટે અલ-નિનો તથા માનવસર્જીત કલાઈમેટ ચેન્જ જવાબદાર: યુરોપીયન સંઘનો રીપોર્ટ
ખાસ-ખબર સંવાદદાતા
વિશ્વભરમાં 2023 થી તાપમાન ગરમીના નવા રેકોર્ડ સર કરતું રહ્યું છે.આ વર્ષે પણ આ ટ્રેન્ડ ચાલુ રહ્યો છે.2024 નો ફેબ્રુઆરી અત્યાર સુધીમાં સૌથી ગરમ રહ્યો હોવાનું યુરોપીયન યુનિયનની કલાઈમેટ એજન્સીએ જણાવ્યું છે.
કોપરનિકસ કલાઈમેટ ચેન્જ સર્વીસએ જણાવ્યું હતું કે, ફેબ્રુઆરીની 1850-1900 ની સરેરાશ કરતાં ગયા મહિને સરેરાશ કરતા ગયા મહિને સરેરાશ તાપમાન 1.77 ડીગ્રી ઉંચુ રહ્યું છે.એજન્સીના જણાવ્યા અનુસાર જુન 2023 થી દરેક મહિને ઉંચા તાપમાનનો નવો વિક્રમ નોંધાયો છે. વૈજ્ઞાનિકોએ અસાધારણ ગરમી માટે અલ-નિનો અને માનવસર્જીત કલાઈમેટ ચેન્જના સંયુકત પરિબળને જવાબદાર ઠેરવ્યા છે.
- Advertisement -
ઈ3જ એ ગયા મહિને જણાવ્યું હતું કે ‘જાન્યુઆરીમાં પહેલી વખત સરેરાશ તાપમાન સમગ્ર વર્ષ માટે 1.5 ડીગ્રી સેલ્સીયસની મર્યાદા કરતાં વધુ રહ્યું હતું. તાપમાનની નિર્ધારીત મર્યાદાને ઔદ્યોગીકીકરણ પહેલાનાં સમયના ગાળા સાથે સરખાવવામાં આવે છે.વૈશ્વિક તાપમાન પેરિસ કરારમાં નિર્ધારીત કરાયેલી 1.5 ડીગ્રી સેલ્સીયસની મર્યાદાથી કાયમી ધોરણે ઉંચુ રહેશે તો એ આગામી ઘણા વર્ષો માટે લાંબા ગાળાની ચેતવણી હશે.
હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર દુનિયાના દેશોએ કલાઈમેટ ચેન્જની પ્રતિકુળ તાપમાનને નિયંત્રીત કરવુ પડશે. પૃથ્વીની સપાટીનું વૈશ્ર્વીક તાપમાન 1850-1900 ની સરેરાશ કરતા લગભગ 1.1 ડીગ્રી વધ્યુ છે. છેલ્લા 1,25,000 વર્ષમાં આ સ્તર જોવાયું નથી. ઉંચા તાપમાનને વિશ્વને જુદા જુદા દેશોમાં દુકાળ, જંગલોમાં લાગતી આગ અને પુરનુ મુખ્ય કારણ ગણવામાં આવે છે.
સરેરાશ 13.54 ડીગ્રી સેલ્સીયસ તાપમાન સાથે ફેબ્રુઆરી 2024 અત્યાર સુધીમાં સૌથી ગરમ રહ્યો હતો.અગાઉ 2016 માં ફેબ્રુઆરીનું તાપમાન સૌથી વધુ રહ્યું હતું.
છેલ્લા 12 મહિના (માર્ચ 2023 થી ફેબ્રૂઆરી 2024) માં વિશ્વનું સરેરાશ તાપમાન સૌથી વધુ રહ્યું છે.
- Advertisement -
આગામી સપ્તાહે હિમાલયન રાજયોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી
નવેસરથી વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ આવતા સપ્તાહે પશ્ચિમી હિમાલયના વિસ્તારોમાં અસર કરે તેવી સંભાવના છે.આને કારણે હિમાચલ પ્રદેશમાં વાવાઝોડુ અને વરસાદની સંભાવના છે. એમ હવામાન વિભાગે જણાવ્યું હતું. ગુરૂવારે લાહોલ અને સ્પિતીમાં ફસાયેલા 55 પ્રવાસીઓને સલામત ખસેડવામાં આવ્યા હતા. રાજયમાં ભારે બરફ વર્ષાને કારણે નેશનલ હાઈવે સહીત 380 રોડ બંધ કરવામાં આવ્યા હતા.