ભારતના વિકાસમાં તમામ મહિલાઓને પોતાનું યોગદાન આપવાનું આહ્વાન ડો. દર્શિતા શાહે કર્યું
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
સમગ્ર વિશ્ર્વ આજ વિશ્ર્વ મહિલા દિન તરીકે મનાવે છે. વિશ્ર્વ મહિલા દિવસ નિમિત્તે ધારાસભ્ય ડો. દર્શિતા શાહે તમામ મહિલાઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું છે કે મારી દ્રષ્ટીએ નારીત્વના મહાત્મયને સમજવાનો, સન્માનનો, શક્તિ સ્વરૂપા નારીનો આદર કરવાનો આ અદકેરો અવસર છે. વિશ્ર્વની તમામ નારીઓને વંદન કરૂ છું. જેમણે આ વિશ્ર્વના ઘડતરમાં પોતાનું અમુલ્ય ફાળો આપ્યો છે.
વધુમાં ધારાસભ્ય ડો. દર્શિતા શાહએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં આજે ભારત દેશ અને ગુજરાત રાજ્ય અમૃતકાળ તરફ આગળ વધી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા ગૃહમંત્રી અમિતભાઈ શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી નડ્ડા તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગુજરાત ભાજપ પ્રદેશના અધ્યક્ષ સી. આર. પાટીલના કુશળ નેતૃત્વમાં ગુજરાત રાજ્ય વિકાસની હરણફાળ ભરી રહ્યું છે.
ભારતના સર્વાંગી વિકાસ માટે અને વિકસિત ભારત 2047ના સંકલ્પને ચરિતાર્થ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમાજના ચાર વર્ગો જ્ઞાન એટલે ગરીબ યુવા અન્નદાતા (કિશાન) અને નારીશક્તિના ઉત્કર્ષ પર ભાર મુકેલો છે. ભારતીય સંસ્કૃતિમાં કહેવાય છે કે જ્યાં નારીનું પૂજન થાય ત્યાં દેવતાઓનો વાસ થાય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારે નારીશક્તિ વંદન અધિનિયમ લોકસભામાં અને વિધાનસભામાં મહિલાઓને 33% પ્રતિનિધિત્વ આપવાનો ઐતિહાસિક નિર્ણય કરેલ છે.
- Advertisement -
તાજેતરમાં જ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રજુ કરેલા બજેટમાં મહિલાઓને પ્રાધાન્ય આપેલ છે. મહિલાઓના આર્થિક ઉત્કર્ષ સાથે સામાજિક સુરક્ષાનું વાતાવરણ પુરૂ પાડવા સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે. મહિલાઓ અને બાળકોના પોષણને સુદ્રઢ કરવા અનેક યોજનાઓની સરકારે જોગવાઈ કરેલ છે. મહિલાઓ માટે કાઉન્સેલીંગ, માર્ગદર્શન અને સંસ્થાકીય મદદ પૂરી પાડવા રાજ્ય સરકારમાં સેન્ટરો કાર્યરત કરેલ છે.
ગંગાસ્વરૂપા આર્થિક યોજના અંતર્ગત વિધવા બહેનોને આર્થિક મદદરૂપ થવા બજેટમાં જોગવાઈ તેમજ કિશોરી અને સગર્ભા ધાત્રીમાતાઓને ટેક હોમ રાશનની જોગવાઈ, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા અને ધાત્રી માતાઓને 1000 દિવસ સુધી પ્રતિમાસ, પ્રતિ લાભાર્થી 2 કિલો ચણા, 1 કિલો તુવેરદાળ અને 1 લીટર ખાદ્યતેલ આપવાની જોગવાઈ, તેમજ વ્હાલી દીકરી યોજના અંતર્ગત બજેટમાં જોગવાઈ, આંગણવાડી માણખાકીય વિકાસ માટે બજેટમાં જોગવાઈ, નારીસંરક્ષણ કેન્દ્રની જોગવાઈ વગેરે મહિલાલક્ષી અનેક યોજનાઓની જોગવાઈ તેમજ સગર્ભા અને ધાત્રીમાતાઓના પોષણને વધારે સુદ્રઢ કરી સક્ષમ બનાવવા નમોશ્રી યોજનાની જોગવાઈ કરેલ છે. તેમજ SC-ST NFCA-PMJAY સહીતના 11 જેટલા માપદંડોમાં આવતી સગર્ભા બહેનોને 12 હજારની સહાય આપવામાં આવશે. આ યોજનાથી પોષણની સાથે માતા તથા નવજાત શિશુને સુરક્ષા પ્રદાન કરવામાં આવશે તેમજ નમો લક્ષ્મી યોજના મહિલાને શિક્ષણ તેમજ પોષણને ઉતેજન મળશે. આ યોજનાથી ધોરણ 9થી 12માં ક્ધયાઓનો પ્રવેશ વધશે. આમ અનેકવિધ મહિલાલક્ષી બજેટમાં યોજનાની જોગવાઈઓ બદલ હું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા નાણામંત્રી કનુભાઈ દેસાઈ તથા ગુજરાત સરકારનો આભાર માનું છું તેવું ડો. દર્શિતા શાહએ જણાવ્યું હતું.
આ તકે તમામ મહિલાઓને ડો. દર્શિતા શાહે અપીલ કરી કે Self-reliance આત્મનિર્ભરતા વધુમાં વધુ સશક્ત, સમર્થ થઈને સમાજમાં સન્માનભેર સ્થાન પ્રાપ્ત કરીએ. (2) Save girl child બેટી બચાવ અભ્યાનને વધુ વેગવંતુ બનાવીએ. (3) Saggrigation સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સુકો અને ભીનો કચરો અલગ રાખીએ. (4) Save water પાણી બચાવીએ. (5) Selfie with tree પર્યાવરણ બચાવીએ અને વૃક્ષોનું જતન કરીએ. (6) Self defence આત્મ રક્ષણ માટે વધુ સશક્ત અને સમર્થ બને. (7)Study શિક્ષણ એક માતા 100 શિક્ષકની ગરજ સરે છે માટે વધુ ને વધુ શિક્ષિત થઈને સમર્થ શિક્ષિત સમાજનું નિર્માણ કરીએ. અંતમાં મહિલા સશક્તિકરણ અને નારીત્વના સાથ સહકાર વગર કોઈ દેશની પ્રગતી શક્ય નથી તેમજ મહિલા દિવસ તથા શક્તિ પર્વના દિવસે તમામ મહિલાને ડો. દર્શિતા શાહે શુભેચ્છા પાઠવી છે.