- રાજકોટથી 70 બનારસી સાડી અને દુપટ્ટા ખરીદી તેની એક સરખી ડિઝાઇન તૈયાર કરાઇ
ખાસ-ખબર સંવાદદાતા
તાજેતરમાં નીતા અંબાણીએ 3 માર્ચે જામનગરમાં પોતાના પુત્ર અનંત અંબાણીના પ્રી-વેડિંગ કાર્યક્રમ દરમિયાન ’વિશ્ર્વંભરી સ્તુતિ’ પર એક શાનદાર નૃત્યથી મહેમાનોનું દિલ જીતી લીધું. ’વિશ્ર્વંભરી સ્તુતિ’ પર ડાન્સ પરફોર્મન્સ ઘણું જ સુંદર અને ગ્રેસફુલ હતું. ભરતનાટ્યમ પર આધારીત આ નૃત્યમાં INIFD ના મેન્ટર મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઈન કરવામાં આવેલી નીતા અંબાણીના શાનદાર આઉટફિટે સુંદરતા વધારી દીધી જ્યારે તેની સાથેની 60 ડાન્સરોએ INIFD ના મેન્ટર એશલે રેબેલો દ્વારા ડિઝાઇન કરાયેલ આઉટફિટ પહેર્યું હતું. આ ડિઝાઇનરોના ગારમેન્ટ્સ ડિઝાઇન કરવામાં અને ઇવેન્ટમાં બેક સ્ટેજ જઇ એશલે રેબેલોને મદદ કરવામાં INIFD રાજકોટના 10 વિદ્યાર્થીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
ઈંગઈંઋઉ રાજકોટના ફેશન ડિઝાઇનના આ વિદ્યાર્થીઓને તા.2 અને 3 માર્ચ ખાસ જામનગર બોલાવાયા હતા. જ્યાં તેમણે સતત બે દિવસ બેક સ્ટેજમાં રહી નીતા અંબાણીના વિશ્ર્વંભરી સ્તુતિ પરના ડાન્સ પર્ફોમન્સમાં રહેલા 60 ડાન્સરોને માટે એશલે રેબેલોએ તૈયાર કરેલ આઉટફિટ માટે મદદ
કરી હતી.