- ઠંડીમાં 33 ટકાનો અને વરસાદમાં 65 ટકા ઘટાડો
ઉત્તર ભારતમાં શિયાળામાં વરસાદ ઘટી રહ્યં છે જેના કારણે શિયાળાની ઋતુ અપેક્ષા કરતા ગરમ રહેવા લાગી છે ખાસ કરીને રાત્રીની ઠંડી ઓછી થઈ રહી છે. વિશેષજ્ઞોના અનુસાર આ ઘટના ઋતુ પર જલવાયુ પરિવર્તનની અસરને દર્શાવે છે. ઉત્તર ભારતમાં આમેય વરસાદ ઓછો થાય છે, પણ આ વખત લગભગ 33 ટકા ઘટાડો નોંધાયો. કલાયમેટ ટ્રેન્ડસના વિશ્લેષણમાં જણાવાયું કે વર્ષ 2023 બાદ આ વલણ જોવા મળ્યું છે.
રિપોર્ટ અનુસાર ડિસેમ્બરથી ફેબ્રુઆરીમાં ઉત્તર ભારતમાં 39.8 મિલીમીટર વરસાદ થાય છે પણ આ વખતે કુલ વરસાદ 26.8 મિલીમીટર જ નોંધાયો. જયારે ડિસેમ્બરમાં માત્ર 6.6 મિલીમીટર વરસાદ થયો જયારે સામાન્ય વરસાદ 18.9 મિલીમીટર હોવો જોઈએ. રિપોર્ટ અનુસાર તેમાં કુલ કમી 65 ટકા રહી.
- Advertisement -
વિશેષજ્ઞોએ જણાવ્યું છે કે, જાન્યુઆરીમાં 91 ટકા ઓછો વરસાદ થયો છે અને આ 1901 બાદ ઓછા વરસાદનો બીજો મોટો રેકોર્ડ છે. મહિના દરમિયાન 33.8 મિલીમીટરના મુકાબલે 3.1 મિલીમીટર વરસાદ જ થયો. જો કે ફેબ્રુઆરીમાં સ્થિતિ બહેતર રહી અને સામાન્યથી 58 ટકા વધુ વરસાદ થયો. આ પુરી સીઝન દરમિયાન વરસાદની ઘટ 33 ટકા નોંધાઈ.