રાજકોટ: ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય પુરસ્કૃત સખી વન સ્ટોપ સેન્ટરમાં મુશ્કેલી વખતે મહિલાઓને જુદી જુદી પ્રકારની મદદ કરવામાં આવે છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલના પરિસરમાં વર્ષ ૨૦૧૭ના સપ્ટેમ્બર મહિનાથી શરૂ થયેલા સખી વન સ્ટોપ સેન્ટરમાં મહિલાઓને મદદ માટે રાજકોટ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા સેવાઓ ઉપલબ્ધ છે.
આ સેન્ટરમાં મહિલાઓને કૌટુંબિક સામાજિક સમસ્યા, ઘરેલુ હિંસા તેમજ અન્ય મુશ્કેલીઓમાં કાનૂની સહાય, તબીબી સહાય, પોલીસ મદદ તેમજ આશ્રય અને કાઉન્સિલિંગની સેવાઓ પૂરી પાડવામાં આવે છે.
- Advertisement -
રાજકોટ જિલ્લામાં સપ્ટે.૨૦૧૭થી મે-૨૦૨૧ સુધીમાં ૧૨૦૦થી વધુ મહિલાઓને ઘરેલુ હિંસાના કેસમાં અને એકંદરે કુલ ૧૬૦૦ થી વધુ મહિલાઓને સરકારશ્રીની જોગવાઈ મુજબ હેલ્પ કરી યોજનાકીય માહિતી પણ આપવામાં આવેલ છે.


