ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મેળા દરમિયાન સુચારૂ રીતે ટ્રાફિક નિયમન થઈ શકે તે માટે જરૂરિયાત મુજબના રસ્તાઓને એક જાહેરનામું પ્રસિદ્ધ કરીને વન-વે જાહેર કરવામાં આવ્યા છે.
જાહેરનામા મુજબ ભરડાવાવથી સોનાપુરી ત્રણ રસ્તા ફક્ત જૂનાગઢ શહેર તરફથી ભવનાથ તળેટી પ્રવેશ માટે, સોનાપુરી ત્રણ રસ્તાથી ગિરનાર દરવાજા તરફ ફક્ત જૂનાગઢ શહેર તરફ જવા માટે, પાસ ધરાવતા અથવા પૂર્વ મંજૂરી મેળવેલ વાહનો ગિરનાર તળેટીમાં જવા માટે ભરડાવાવ થઈ સ્મશાન પાસેથી તળેટીમાં પ્રવેશી શકશે. તેમજ જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સામે મેદાનમાં વાહનો પાર્ક કરવાના રહેશે, ગિરનાર તળેટીથી આવતા વાહનો સ્મશાનથી ગાયત્રી મંદિરથી ગિરનાર દરવાજા થઈ જૂનાગઢમાં પ્રવેશ કરી શકશે, મહાશિવરાત્રી મેળા દરમિયાન યાત્રાળુઓ તથા સરકારી વાહનો વડલી ચોક સુધી આવ્યા પછી વડલી ચોકથી ડાબી બાજુના રોડ પર ભવનાથ મંદિરથી મંગલનાથબાપુની જગ્યા તરફ જઈ શકશે અને મંગલનાથ બાપુની જગ્યાથી ભવનાથ મંદિર તરફ આવી શકશે નહીં, મહાશિવરાત્રીના દિવસે શહેર તરફથી આવતા તેમજ તળેટીથી શહેર તરફ જતા તમામ વાહનોને કલાક 10 – 00 સુધી અવરજવર માટે પ્રતિબંધ રહેશે,
છગનમામાની સોસાયટીમાં થઈને ભવનાથ તરફ જતા વાહનો લઈ જવા માટે પ્રતિબંધ રહેશે, ગિરનાર દરવાજાથી સોનાપુરી તરફ જવાનો રસ્તો સોનાપુરી સુધી (ફક્ત જવા માટે બંધ) અને સોનાપુરીથી ભરડાવાવ તરફ જવાનો રસ્તો (ફક્ત જવા માટે બંધ) વન વે જાહેર કરવામાં આવ્યા છે.
- Advertisement -
ટ્રાફિક જામના પ્રશ્ર્નો ઉદભવે નહીં તે હેતુસર કાળવાથી દાતાર રોડ, કામદાર સોસાયટીથી ગિરનાર દરવાજા, ભરડાવાવથી ધારાગઢ દરવાજાથી મજેવડી દરવાજા સુધી રોડ ઉપર નો-પાર્કિંગ અને મોર્ડન ચોક થી જવાહર રોડ, સ્વામી મંદિર, સેજની ટાંકી, ગિરનાર રોડ, ગિરનાર દરવાજા સુધી નો-પાર્કિંગ જાહેર કરવામાં
આવે છે.