ક્રિકેટર સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, ઝહીર ખાન સહિતના જામનગર પહોંચ્યા
ખાસ-ખબર સંવાદદાતા
ભારતના સૌથી ધનિક બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી ટૂંક સમયમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. બંનેની પ્રી-વેડિંગ સેરેમની આજથી શરૂ થઈ ગઈ છે. ગુજરાતના જામનગરમાં પ્રી-વેડિંગ સેરેમની યોજાઈ રહી છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ ફંક્શન માટે બોલિવૂડ-હોલીવુડના સ્ટાર્સ પણ જામનગર પહોંચવા લાગ્યા છે.
અનંત-રાધિકાના પ્રી વેડીંગનનો આજે પ્રથમ દિવસ છે. આજે બોલિવૂડથી લઈને ક્રિકેટ જગતની અનેક સેલિબ્રિટી હાજર રહેવાની છે. જેમાં અજય દેવગણ, કાજોલ, અમિતાભ બચ્ચન અને તેની ફેમિલી, સચિન તેંડૂકર અને તેની ફેમિલી, કે.એલ રાહુલ, હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા, મહેન્દ્ર સિંહ ધોની અને તેની ફેમિલી તેમજ અક્ષય કુમાર પણ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ટાટા સન્સના ચેરમેન એન ચન્દ્રન, બિલ ગેસ્ટ, રામચરણ, ટાઈગર શ્રોફ સહિત અનેક દિગ્ગજો હાજરી આપશે. કેટલાક વિદેશી મહેમાનો હાલ જામનગર એરપોર્ટ પર આગમન થયું છે.
રણબીર કપૂર મુંબઈ એરપોર્ટ પર જેકેટ પહેરીને કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યો હતો. અભિનેતા તેના પરિવાર સાથે જામનગર આવી પહોંચ્યા હતા. તેની પત્ની આલિયા દીકરી રાહાને ખોળામાં લીધેલી જોવા મળી હતી. માતા નીતુ કપૂર પણ એરપોર્ટ પર જોવા મળી હતી. અર્જુન કપૂર પણ જામનગર આવી પહોંચ્યો હતો.
મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણીના પ્રી-વેડિંગ ફંક્શનમાં બોલિવૂડ અને હોલીવુડની ઘણી હસ્તીઓ હાજરી આપવા આવી ગયા છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજરી આપવા માટે સલમાન ખાન પણ જામનગરમાં આવી પહોચ્યા છે. સલમાન ખાનનો એરપોર્ટ પરથી બહાર આવતો વીડિયો સામે આવ્યો છે. સલમાન ખાનના ફેન્સ આ વીડિયો પર કોમેન્ટ કરી રહ્યા છે. એક ચાહકે લખ્યું છે કે, ’ટાઈગરનું ગુજરાતમાં સ્વાગત છે.’ ફેન્સે લખ્યું છે કે, ’ભાઈની ઝલક સૌથી અલગ છે.’ એક ચાહકે લખ્યું છે, ’આ વ્યક્તિની ઉંમર કેમ નથી વધી રહી?
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનની તૈયારીઓ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં ઘણા કલાકારો અને ગાયકો પરફોર્મ કરશે. જાહ્નવી કપૂર, માનુષી છિલ્લર, અભિષેક બચ્ચન, ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા, પંજાબી ગાયક બી પ્રાક અને ઉદ્ધવ ઠાકરેના પુત્ર તેજસ ઠાકરે જામનગર પહોંચી ચૂક્યા છે.
જામનગરના રિલાયન્સ ગ્રીન્સમાં આગામી 1 થી 3 માર્ચ દરમિયાન અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ ફંક્શન યોજાવાનું છે. જેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આજથી ત્રણ દિવસ સુધી ફંકશન યોજાશે. આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે દેશ-વિદેશની અનેક હસ્તીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. મહેમાનોને આવકારવા માટે જામનગરમાં તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12 જુલાઈના રોજ મુંબઈમાં થશે. લગ્ન પહેલા બંનેના પ્રી-વેડિંગ ફંક્શનની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે.