જામનગરમાં રિલાયન્સની કિલ્લેબંધ સિક્યુરિટી
ખાસ ગેસ્ટ માટે સ્પેશિયલ વનતારાની ડિઝાઈનવાળી મર્સિડિઝનો કાફલો તહેનાત
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
અનંત અને રાધિકાના પ્રી-વેઈડિંગ સેરેમનીમાં દેશ-વિદેશથી બિઝનેસનમેન, હોલિવૂડ-બોલિવૂડ સ્ટાર્સ તેમજ સિંગર્સ સહિતના સેલેબ્સ જામનગર પધારી રહ્યા છે. જેના પલગે 25 ફેબ્રુઆરીથી જ જામનગરની તમામ મોટી હોટેલ્સ તેમજ રિસોર્ટ મહેમાનો માટે બૂક કરી દેવાઈ છે. સાથે જ મહેમાનોના સ્વાગત માટે એરપોર્ટને પણ દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. એરપોર્ટથી મહેમાનોને રિલાયન્સ ટાઉનશીપ તેમજ અન્ય હોટેલ-રિસોર્ટ મુકવા માટે સ્પેશિયલ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ત્યારે ખાસ ગેસ્ટ માટે વનતારાની ડિઝાઈનવાળી મર્સિડીઝ કારનો કાફલો એરપોર્ટ પર તૈનાત કરી દેવાયો છે. આ ઉપરાંત ટટઈંઙ માટે 150 ફાઇવ સ્ટાર બંગલા બનાવવામાં આવ્યાં છે. 900 થી વધુ પોલીસ કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
આ સિવાય પણ એરપોર્ટ પર રિલાયન્સની કાર્સનો કાફલો સ્ટેન્ડબાય પર છે. તેમજ સ્પેશિયલ સિક્યોરિટી પણ ખડેપગે છે. જામનગર એરપોર્ટ પર ઉતરતાની સાથે જ મહેમાનોનું ગુજરાતી સ્ટાઈલમાં રાસ ગરબાથી ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આ નજારો જોઈ વિદેશી મહેમાનો ખુશખુશાલ જોવા મળ્યા હતા અને આ પ્રસંગને પોતાના કેમેરામાં કેદ કરતા જોવા મળ્યા હતા. કેટલાક મહેમાનો તો કલાકારો સાથે સેલ્ફી પણ લેતા જોવા મળ્યા હતા.
અનંત અને રાધિકાના પ્રી-વેઈડિંગ સેરેમની 1 માર્ચથી 3 માર્ચ સુધી ચાલશે. જેને પગલે બે દિવસ પહેલાંથી જ જામનગરમાં સેલેબ્રિટિસનું આગમન થવા લાગ્યું છે. હાલમાં જામનગર એરપોર્ટને ખાસ વિશ્ર્વ વિખ્યાત જામનગરની બાંધણીની થીમ પર શણગારાયું છે.
VVIP માટે ટાઉનશિપની અંદર 150 બંગલાઓ બનાવાયા
રિલાયન્સ ટાઉનશિપમાં મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ કાર્યક્રમમાં દેશ-વિદેશના વીવીઆઈપી લોકોને રહેવા માટે રિલાયન્સ દ્વારા ખાસ વ્યવસ્થા છેલ્લા બે માસથી ચાલી રહી છે. આ અંતર્ગત ટાઉનશિપની અંદર 150 જેટલા બંગલાઓ બનાવવામાં આવ્યા છે. અતિ આધુનિક સુવિધા ધરાવતા આ બંગલાઓમાં વીઆઈપી અને વિવિઆઈપી મહેમાનોનો ઉતારો હશે. દેશ-વિદેશના રાજનેતાઓ ઉપરાંત કંપનીઓના માલિકો, ધર્મગુરુઓ, ફિલ્મજગતની હસ્તીઓ અને ક્રિકેટજગતની સેલિબ્રિટી આવતી હોઈ તેમના રહેવા માટે છેલ્લા બે માસથી રિલાયન્સ ટાઉનશિપની અંદર 150 જેટલા બંગલાઓ બાંધવામાં આવ્યા છે. આ બંગલાઓમાં 3 બેડરૂમ, હોલ, કિચન તેમજ આધુનિક બાથરૂમ વગેરેની સુવિધાઓ કરવામાં આવી છે. આ વીવીઆઈપી લોકો શાંતિથી પ્રસંગ માણી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
900થી વધુ પોલીસ કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત
જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્સના પ્રિ-વેડિંગને લઈને દેશ-વિદેશી મહેમાનોનો જમાવડો જોવા મળી રહ્યો છે. ત્યારે 900થી વધુ પોલીસ કર્મીઓનો દેશ વિદેશના તેમજ સેલિબ્રિટી અને ઈન્ટરનેશનલ બિઝનેસ ક્લાસ લોકોની સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં 7 જઙ, 12થી વધુ ઉઢજઙ તથા પીઆઇ અને પીએસઆઇ સહિત 900 પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં રાખવામાં આવશે. એરપોર્ટથી લઈને રિલાયન્સ ટાઉનશીપ સુધીનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.