ખાસ-ખબર સંવાદદાતા
રાજુલા તાલુકાના વિકટર ગામ જી.એચ.સી.એલ સંચાલિત વોકેશનલ ટ્રેનીગ સેન્ટર ખાતે અમરેલી જીલ્લા પોલીસના સહયોગથી સાઇબર ક્રાઇમ સેમિનારનું આયોજન કરવામા આવ્યું હતું. પધારેધા અધિકારીઓનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું. આ સેમિનાર ખાસ વિધાર્થી ભાઇઓ-બહેનોને જાગૃત કરવા માટે યોજાયો હતો.
સાયબર ક્રાઇમ અમરેલી પોલીસ ઇન્સપેકટર એ.એમ.પરમાર તેમજ પીએસઆઇ જે.એમ.કડછા દ્વારા સાયબર ફ્રોડથી સાવચેત રહેવા, ફ્રોડ મેસેજ, સોશિયલ મિડિયા એકાઉન્ટ ફ્રોડ, સ્કિન શેરીંગ એપથી થતાં સાવચેત રહેવા, મોબાઈલમાં અજાણ્યા ફોન આવે તો તમારો એકાઉન્ટ નંબર આપશો નહી સહિત વિવિધ સાઇબર ક્રાઇમ ફ્રોડથી બનતી ધટનાઓ અંગે વિધાર્થીઓને વિસ્તૃત માહીતી આપી જાગૃત કરવામા આવ્યાં હતાં. વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર ખાતે અવારનવાર વિધાર્થીઓને જાગૃત કરવાના હેતુથી વિવિધ અવરનેસ કાર્યક્રમો યોજવામા આવી છે. આ તકે પીઆઇ એ.એમ.પરમાર, પીએસઆઇ જે.એમ.કડછા, સંસ્થાના હેડ. મહેન્દ્રભાઈ મજેઠીયા તથા સ્ટાફગણ સહિત મોટી સંખ્યામા વિધાર્થીઓ હાજર રહ્યાં હતાં.