30 આસામીઓ પાસેથી 3.75 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્તી, ગંદકી કરતા આસામી પાસેથી રૂ.8100નો વહીવટી ચાર્જ વસુલ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મનપા દ્વારા 15થી 29 ફેબ્રુઆરી દરમ્યાન સ્વચ્છતા પખવાડિયું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેનાં અંતર્ગત શહેરના મુખ્ય માર્ગો, હોકર્સ ઝોન અને શાક માર્કેટ, ફ્લાયઓવર અને અંડરબ્રીજ વગેરે સહીત પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ 2021 અન્વયે ત્રણેય ઝોનનાં વિસ્તારનાં અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 23 ફેબ્રુઆરીના રોજ ત્રણેય ઝોનમાંથી કુલ 30 આસામીઓ પાસેથી 3.75 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી ફેલાવતા આસામી પાસેથી રૂ.8100નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
સેન્ટ્રલ ઝોનના 15 આસામીઓ પાસેથી 02 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્તી તથા આસામી પાસેથી રૂ.3600નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો. વેસ્ટ ઝોનના 09 આસામીઓ પાસેથી 1.45 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા આસામી પાસેથી રૂ.2750નો વહીવટી ચાર્જ વસુલાત અને ઈસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પરથી ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 06 આસામીઓ પાસેથી 0.3 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્તી તથા આસામી પાસેથી રૂ.1750નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.