બાઇક પર સવાર દંપતી ઇજાગ્રસ્ત
ખાસ-ખબર સંવાદદાતા
રાજુલા-સાવરકુંડલા હાઇવે પર અકસ્માતની ધટના બની હતી. રાજુલાના જુની માંડરડી ગામ નજીક બાઇક અને ફોરવ્હીલ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક સવાર દંપતિ ઇજાગ્રસ્ત થયાં તેને 108 મારફતે સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામા આવ્યાં. બાઇક સવાર રાજુલા તરફ આવી રહેલ હોય તે દરમિયાન ફોરવ્હીલ કાર બાઇક સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને લઇ લોકોના ટોળેટોળા એકઠા થયાં હતાં. ઇજાગ્રસ્ત વ્યકિતનુ નામ રાકેશભાઈ કાતરીયા ઉ.વ 43, તેમજ પ્રભાબેન કાતરીયા ઉ.વ 45 રહે હાલ સુરત હોવાનો જાણવા મળેલ છે. સમ્રગ મામલે રાજુલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રાજુલાના જૂની માંડરડી ગામ નજીક ટુ-વ્હીલર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2024/02/accident1.jpeg)