બે કૌભાંડનો પર્દાફાશ કરતાં 13345 બોગસ નંબર મળી આવ્યા હતા
5 ફરિયાદ નોંધી 14 આરોપીઓની અગાઉ ધરપકડ કરાઇ
ખાસ-ખબર સંવાદદાતા
ભાવનગર પોલીસે ગુજરાતમાં સૌપ્રથમવાર જી.એસ.ટી. વિભાગે બોગસ બિલીંગ કૌભાંડ સંદર્ભે પોલીસને સાથે રાખી ભાવનગરનાં 19 અને રાજકોટનો એક મળી કુલ 20 શખ્સો સામે ગુજસિટોક હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે
અત્રે ઉલ્લેખનીય છે કે સ્ટેટ જી.એસ.ટી. વિભાગ દ્વારા બે મોટા કૌભાંડોનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો આધાર કેન્દ્ર ખાતે તેઓના બાયોમેટ્રીકના આધારે આધાર સાથે લિંક કરેલ મોબાઇલ નંબર બદલી નાખવામાં આવતા હતા. આવા ચેડા કરેલ આધાર કાર્ડનો ઉપયોગ કરી પાન અને જીએસટીઇન મેળવી કૌભાંડ આચરેલ છે પરિણામે સમગ્ર દેશમાં 13345 બોગસ જીએસટી નંબરની ઓળખ કરવામાં આવી છે. જેમાં ગુજરાત ખાતે 4308 જીએસટી નંબર નોંધાયેલ છે તથા 9037 દેશના અન્ય રાજયોમાં નોંધાયેલા છે. આવા બોગસ જીએસટી નંબર પૈકી ગુજરાતમાં નોંધાયેલ જીએસટી નંબરો રદ કરવાની તેમજ તેમના થકી બોગસ આઇટીસી મેળવનાર બેનીફીશીયરીઓ પાસેથી વસુલાતની કાર્યવાહી પ્રગતિમાં છે આ કૌભાંડમાં 141 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમજ પાંચ એફઆઇઆર નોંધવામાં આવેલ છે. જરૂરી તપાસ કર્યા બાદ અને કૌભાંડમાં સંડોવાયેલા આરોપીઓની અન્ય ગુનાહિત પ્રવૃતિનાં આધારે ભાવનગર પોલીસની લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા એડીશ્નલ ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ, ભાવનગર સમક્ષ અમીન યુનુસ ફિટાવાલા અને અન્ય 19 લોકો વિરૂધ્ધ મુળ એફઆઇઆરમાં ગુજસીટોક એકટ-2015ની કલમ 3(1), 3(ર), 3(3), 3(4) અને 3(પ)નો ઉમેરો કરવા અને તેને લાગુ કરવાની અરજી કરેલ હતી. આ અરજી ગત તા. 17/02ના રોજ સ્વીકારવામાં આવેલ હતી.
દરમ્યાન ગુજસીટોક હેઠળ પ્રથમ ગુનો નોંધવામાં આવ્યો છે અમનભાઇ હુસેનભાઇ ચૌહાણ ભાવનગર), ખાલીદભાઇ હયાતભાઇ ચૌહાણ (ભાવનગર), રાજુભાઇ કાળુભાઇ ચૌહાણ(ભાવનગર), સલીમ (રેહાન) મનસુરભાઇ સર્માલી (ભાવનગર), શાહરૂખ મહંમદભાઇ શેખ(ભાવનગર), નિઝામભાઇ ગનીભાઇ ચુડેસરા(ભાવનગર), અહમદભાઇ ઉર્ફે અમીન ઉર્ફે નાડો યુસુનભાઇ રસમાલી(ભાવનગર), શાહરૂખ ઉર્ફે ભુરો યુસુફભાઇ પઠાણ (ભાવનગર), વસીમ ઉર્ફે સાવજ મેહબુબભાઇ (ભાવનગર), અકીલભાઇ ફીરોજભાઇ પંજવાની (ભાવનગર), નદીમભાઇ સલીમભાઇ કુરેશ (ભાવનગર), જાકીરહુસેન ઉર્ફે મુર્ધી વહાબભાઇ ખોખર (ભાવનગર), રીયાઝ ઉર્ફે બાવલુ રઝાકભાઇ ગોગડા (ભાવનગર), ફીરોઝખાન ઉર્ફે પિન્ટુ ગફારખાન પઠાણ (ભાવનગર), મહંમદ હુસેન ઉર્ફે બાદશાહ ઇસ્માઇલભાઇ કટારીયા (ભાવનગર), જતીન ઉર્ફે જલારામ પ્રફુલભાઇ કકકડ (રાજકોટ), જુનેદ ઉર્ફે બાપુ મૈશાનભાઇ સૈયદ (ભાવનગર), અમીન ઉર્ફે મચ્છર યુનુસભાઇ કીટાવાલા (ભાવનગર), કાસીમભાઇ શોકતલી ગોવાણી (ભાવનગર), અને જુનેદભાઇ રફીકભાઇ ગોગડા (ભાવનગર)નો સમાવેશ થાય છે. ઉપરાંત ફિરોઝ મહેબુબખાન પઠાણ ઉર્ફે રાજુભાઇ (ભાવનગર), ઇમરાન ઇબ્રાહીમ મેમણ ઉર્ફે બીડી બાપુ (ભાવનગર), ઇરફાન રસુલ ગોરી ઉર્ફે ચિચુડો (ભાવનગર), મહંમદ અલીભાઇ કુરેશી ઉર્ફે મહંમદ દાદા (ભાવનગર), આસીફ હારૂનભાઇ ડોલા ઉર્ફે આસીફ તેલીયા (ભાવનગર)ની ધરપકડ કરવામાં આવી છે.