ભાજપના ઈશારે કેન્દ્રીય એજન્સીઓએ કોંગ્રેસ પાર્ટીના બેંક ખાતા ફ્રીઝ કર્યા: નરેન્દ્ર સોલંકી
ખાસ-ખબર સંવાદદાતા
વર્તમાન કેન્દ્ર સરકાર કોંગ્રેસ પક્ષથી એટલી બધી ડરી ગઈ છે કે ક્યારેક પાર્ટીના નેતા પર આરોપ વગર ખોટા કેસમાં સંડોવણી કરવામાં આવે અથવા વિપક્ષી નેતાને સરકારી એજન્સીઓ દ્વારા પરેશાન કરવામાં આવે છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા લોકતંત્રને શર્મસાર કરે તેવું કૃત્ય કરવામાં આવ્યું છે. ભાજપના ઈશારે કેન્દ્રીય એજન્સીઓએ કોંગ્રેસ પાર્ટીના બેંક ખાતા ફ્રીઝ કરી દીધા હતા. ઈલેકટોરલ બોન્ડ કૌભાંડ દ્વારા ભાજપે પોતાના બેંક ખાતાઓ ભરવાનો ડર કોંગ્રેસના નેતાઓને તોડ્યા પછી પણ દૂર થયો ન હતો ત્યારે કોંગ્રેસ પક્ષની પ્રવૃત્તિઓને રોકવા માટે આવું નાનકડું પગલું ભર્યું હતું.
કોંગ્રેસ પાર્ટી ભાજપની જેમ એકલા મની પાવર પર ચાલતી નથી. આ બેંક ખાતાઓ ન્યાયિક પ્રક્રિયા દ્વારા ચોક્કસપણે શરૂ કરવામાં આવશે પરંતુ ભાજપને અલોકતાંત્રિક ચહેરો અને સમગ્ર દેશને એક જ પક્ષના શાસનમાં રાખવાની તેની ફાંસીવાદી વિચારસરણી હવે સંપૂર્ણ રીતે ખુલ્લી પડી રહી છે.
સરકારમાં બેઠેલા કાયરોને લાગે છે કે તેઓ ઈ.ડી., આઈ.ટી. જેવી તપાસ એજન્સીઓનો ઉપયોગ કરીને અમને ડરાવી દેશે, જો તેઓ વિચારે છે કે તેઓ અમારા બેંક ખાતા ફ્રીઝ કરીને ચૂંટણી જીતી શકશે તો તેઓ ખોટા છે કારણ કે કોંગ્રેસ 140 કરોડ ભારતીયોની વિચારધારા છે, તેવું અંતમાં ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઈ.ના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું.