કિસાન મજદૂર મોરચાના સંયોજક સરવન સિંહ પંઢેરે કહ્યું કે ‘અમે ઈચ્છીએ છીએ કે પીએમ મોદી પોતે વાત કરે તો આ બધી સમસ્યાઓનો ઉકેલ આવી જશે’ આજે અમારી વાત કેન્દ્ર સરકાર સાથે થશે.
ન્યૂનતમ ટેકાના ભાવ [MSP] અને અન્ય મુદ્દાઓને લઈને દિલ્હી તરફ કૂચ કરી રહેલા ખેડૂતોને અલગ-અલગ બોર્ડર પર રોકી લેવામાં આવ્યા છે. આજે ગુરુવારને 15 ફેબ્રુઆરીનાં રોજ ખેડૂત નેતાઓ અને કેન્દ્ર સરકાર વચ્ચે વાતચિત થશે. આ વાતની જાણકારી ખુદ ખેડૂત નેતાએ આપેલી છે. કિસાન મજદૂર મોરચાના સંયોજક સરવન સિંહ પંઢેરે કહ્યું કે ‘અમે ઈચ્છીએ છીએ કે પીએમ મોદી પોતે વાત કરે તો આ બધી સમસ્યાઓનો ઉકેલ આવી જશે’ આજે અમારી વાત કેન્દ્ર સરકાર સાથે થશે.
- Advertisement -
"We should be allowed to protest peacefully": Farmer leader Sarwan Singh Pandher
Read @ANI Story | https://t.co/Uq9Hbfsbch#FarmerProtest2024 #DelhiChalo pic.twitter.com/sfsK1qi1tQ
— ANI Digital (@ani_digital) February 15, 2024
- Advertisement -
જ્યાં છીએ ત્યાં જ રહીશું
તેમણે વધુમાં કહ્યું, ‘અમને એક સંદેશ મળ્યો અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરના મંત્રણા માટેના કોલના આધારે, અમે આંદોલનમાં સામેલ દરેક સાથે વાત કરી અને નક્કી કર્યું કે અમે આજે શાંતિપૂર્ણ રહીશું અને જ્યાં અમે હતા ત્યાંથી આગળ વધવાનો પ્રયાસ નહીં કરીએ’ આજે સાંજે 5 વાગ્યે એક બેઠક બોલાવવામાં આવી છે. અમે અમારો શાંતિપૂર્ણ વિરોધ ચાલુ રાખીશું. ત્યાં સુધી અમારી તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. ભારતીય કિસાન યુનિયનના પ્રમુખ જગજીત સિંહ દલ્લેવાલે [એકતા સિદ્ધુપુર] કહ્યું કે ખેડૂતો વાતચીત દ્વારા ઉકેલ ઈચ્છે છે. આજે સાંજે કેન્દ્રીય મંત્રીઓ અર્જુન મુંડા, પીયૂષ ગોયલ અને નિત્યાનંદ રાય સાથે ચંદીગઢમાં બેઠક થશે.
હુમલો કર્યા બાદ પણ અમે વાતચિત કરવા તૈયાર છીએ
સરવન સિંહે આરોપ લગાવતા કહ્યું છે કે, ‘ભલે બુધવારે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હોય છતાં પણ ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા, રબરની ગોળીઓ છોડવામાં આવી હતી અને ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ બધું પોલીસ દ્વારા નહીં પરંતુ અર્ધલશ્કરી દળોએ કર્યું હતું. એ જ લોકો અમારા પર હુમલો કરી રહ્યા હતા. આમ છતાં અમે કેન્દ્ર સરકાર સાથે વાત કરવા તૈયાર છીએ.