ખેડૂતોને દિલ્હી તરફ આગળ વધતાં રોકવા માટે કેન્દ્ર સરકાર અને ખેડૂત નેતાઓની વચ્ચે સતત મીટિંગોમાં આખરે વાત ન્યૂનતમ સમર્થન મૂલ્ય(એમએસપી)ની ગેરંટી પર વાત અટકી ગઇ છે. દિલ્હીથી જોડાયેલી બધી સીમાઓને સીલ કરી દેવામાં આવી છે. ખેડૂતોના વિરોધ પર કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, નવી માંગને સામે રાખવામાં આવી છે, જેના પર ચર્ચા કરવા માટે રાજ્યને સમય જોઇએ. જેના માટે ખેડૂત નેતાઓને વિનંતી છે કે, તેઓ આવે અને અમારી સાથે ચર્ચા કરે.
છેલ્લા 10 વર્ષોમાં કેટલાય પગલાં લેવામાં આવ્યા
અનુરાગ ઠાકુરે કહ્યું કે, હું કહેવા માંગુ છું કે, મોદી5 સરકારે કૃષિક્ષેત્રને પ્રોત્સાહિત કરવા અને ખેડૂતોના કલ્યાણ માટે છેલ્લા 10 વર્ષોમાં કેટલાય મહત્વના પગલા લીધા છે. તેમણે પોતાની માંગણીને સામે રાખી છે, સરકારે પોતાના વરિષ્ઠ નેતાઓને મોકલ્યા અને વાતચીત ચાલુ રીખી છે. કાલે ચંદીગઢમાં બેઠક યોજાઇ હતી. જે દરમ્યાન ખેડૂત નેતા ઉઠીને ચાલ્યા ગયા હતા, જ્યારે અમે લોકો કહી રહ્યા હતા કે, ચાલો ચર્ચા વિચારણા કરીએ.
- Advertisement -
#WATCH | Delhi | On farmers' protest, Union Minister Anurag Thakur says, "I would like to say that the Modi Government has taken several steps in the last 10 years to encourage the agriculture sector and for the welfare of farmers. When they posed their demands, the government… pic.twitter.com/jxvbXA8aN3
— ANI (@ANI) February 14, 2024
- Advertisement -
હિંસામાં સામેલ ના થાઓ
કેન્દ્રિય મંત્રીએ વિનંતી કરતાં કહ્યું કે, તેમની વધારેમાં વધારે માંગણીને સ્વીકાર કરી લેવામાં આવી છે, પરંતુ નવી માંગણી પર ચર્ચા કરવા માટે અમને સમયની જરૂર છે. હું આંદોલનકારીઓને વિનંતી કરૂ છું કે, તેઓ તોડફોડ, આગ લગાવી, કે હિંસામાં સામેલ ના થાય. તેઓ અમારી પાસે આવીને ચર્ચા કરે.
જણાવી દઇએ કે, ખેડૂતો આજે ફરી દિલ્હીની તરફ આગળ વધી રહ્યા છે. જેની વચ્ચે ખેડૂતોને દિલ્હી સુધી પહોંચતા રોકવા માટે પોલીસે દિવાલની જે લાઇન ઉભી કરી છે, જેમાં કોંક્રિટ ભરીને તેને મજબૂત બનાવવામાં આવી છે.