વધુ એક નવી જણસી ઠલવાઇ: ભાવ રૂા.3050
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ-સૌરાષ્ટ્રમાં નવા કૃષિપાકની આવકોનો સિલસિલો જારી જ રહ્યો હોય તેમ આજે માર્કેટયાર્ડમાં નવા તલની આવક થઇ હતી. માર્કેટ યાર્ડના સુત્રોએ કહ્યું કે કાલાવાડમાં જશાપરના ખેડૂત 16 ગુણી નવા તલ વેચવા યાર્ડમાં આવ્યા હતા. 3070ના ભાવે તેનું વેચાણ થયું હતું. નવી સીઝનમાં સફેદ તલની આ પ્રથમ આવક હતી.
રાજકોટ યાર્ડમાં કેટલાક દિવસોથી નવા શિયાળુ પાકની આવકો થવા જ લાગી છે. તુવેર, લસણ, ચણા, ઘઉં સહિતની કૃષિ જણસીઓની આવકોમાં ધીમી ગતિએ વધારો થઇ રહ્યો છે. હવે નવા તલ ઠલવાયા છે. આવતા દિવસોમાં તેની આવકો વધવાની સંભાવના છે. રાજકોટ યાર્ડમાં આજે જુના સફેદ તલની 300 ગુણીની આવકો હરરાજીમાં ભાવ રૂા.2550 થી 3100ના પડ્યા હતા જ્યારે કાળાતલની 60 ગુણીની આવક ભાવ 2820 થી 3122ના હતાં.